Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાવનગર પાસે ટ્રક પાછળ બાઇક ઘુસી જતા મોત

ભાવનગર, તા., ૧૮: નજીકના વરતેજ પાસે ટ્રક નં. જીજે ૧ર ડબલ્યુ ૬૯૪૬ પાછળ બાઇક અથડાતા બાઇક ઉપર લગ્નપ્રસંગે ભુતેશ્વર ગામે જઇ રહેલા ઘોઘાનાં ભંડાર ગામમાં મંગાભાઇ માધાભાઇ ગોહીલ ઉ.વ.૪પનું ગંભીર ઇજા થતા બનાવ સ્થળે જ કરૂણ મોત નિપજયું છે. જયારે તેની પાછળ બેઠેલ તેના બહેનને ઇજા થતા ૧૦૮ ઇમરજન્સી દ્વારા હોસ્પીટલ ખસેડાયેલ છે. અકસ્માતની જાણ થતા વરતેજ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

(11:24 am IST)