Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અમરાપુરમાં તળપદા કોળી સમાજ સમુહલગ્ન સંપન્ન

વિંછીયા : અમરાપુર ખાતે ૨૧મો તળપદા કોળી સમાજનો સમુહલગ્ન ૨૯ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. લગ્નસમિતિ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ અને સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્તપણે અનુસરી સમુહલગ્ન યોજાયો હતો. કેબીનેટ મંત્રી અને જસદણ વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ આ સમારોહનું આયોજન કરાયુ હતુ. કાર્યક્રમમાં નવયુગલોને સમુહલગ્ન સમિતિ અને દાતાઓ દ્વારા દરેક પ્રકારની ભેટ સોગાદો અપાઇ હતી. દરેક કન્યાઓને વિંછીયા તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ દ્વારા દરેક કન્યાઓને શિક્ષાપત્રી આપવામાં આવી હતી. આ તકે સમુહલગ્ન સમારોહમાં સમાજ અગ્રણી આંબાભાઇ ઓળકીયા, સુરેશભાઇ ધરજીયા, નાગરભાઇ જીડીયા, જેસાભાઇ સોલંકી, પ્રેમજીભાઇ રાજપરા, કડવાભાઇ જોગરાજીયા, ખોડાભાઇ ખસીયા, મનસુખભાઇ જાદવ વગેરે હાજર રહ્યા હતા. લગ્નને સફળ બનાવવા દેવશીભાઇ મુખી, શામજીભાઇ ધોરીયા, કેશુભાઇ કુમરખાણીયા, દેવરાજભાઇ ગઢાદરા, વલ્લભભાઇ રાજપરા તેમજ અમરાપુર શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનો શાળાના શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જયંતીભાઇ રાજપરાએ કર્યુ હતુ. સમુહલગ્ન સમારંભની તસ્વીર.(તસ્વીર : પ્રિન્ટેશ શાહ, વિંછીયા)

(11:27 am IST)