Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વડિયા જિલ્લા પંચાયતની સીટ પર રાજકારણ ગરમાયું : સામસામી આક્ષેપ બાજી શરૂ

ધર્મેન્દ્ર પાનસુરીયા પર મેડિકલમાં ગર્ભપાતની દવા વેચવાનો આરોપ મૂકી આરોગ્ય મંત્રી પાસે તપાસની માંગણી કરતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ : પૂર્વ મંત્રી ઉંધાડ બેનામી સંપ‌ત‌િ ધરાવે છે, તેની પણ તપાસ થાય અને ભાજપ હાર ભાળી ગઈ છે, લોકો બધુ જાણે છે : ધર્મેન્દ્ર પાનસુરીયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૧૮: સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થતા હવે ઉમેદવારો અને રાજકીય પક્ષ ચૂંટણી પ્રચારના કામમા લાગ્યા છે ત્યારે વડિયાની જિલ્લા પંચાયત સીટ પરેશ ધાનાણી અને બાવકુ ઉંધાડ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. આ બેઠક પર ભાજપમાંથી વડિયાના પૂર્વ સરપંચ વિપુલ રાંક અને સામે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા ચૂંટણી જંગમા ઝંપલાવ્યું છે. આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષ સહીત કુલ ૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી જંગમા સામસામે આક્ષેપ બાજી થતી જોવા મળી રહી છે. પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા ધર્મેન્દ્ર પાનસુરીયા આરોગ્ય સમિતિના ચેરમેન હતા ત્યારે ભ્રુણહત્યા દવાઓ અને બિલ વગર ની દવાઓ ગેરકાયદેસર રીતે મોટાપાયા પર વેચી હતી. તે બાબતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ બાબતે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરી છે તેવું જિલ્લા ભાજપ કાર્યાલય થી લોકોને જણાવ્યું હતુ.

આ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર સુધી પહોંચતા જ તેમને પણ પૂર્વ મંત્રીની સામે સુરતમા બેનામી સંપત્ત્િ। બાબતે આક્ષેપ કરી ભાજપ હાર ભાળી ગઈ હોય અને લોકો આ બાબતે બધુ જણતા હોય તેવું જણાવ્યું હતુ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા આ વડિયા સીટ જાણે ચૂંટણીનું મોટુ સમરાંગણ બની હોય તેમ લાગી રહ્યુ છે. હજુ આવનારા દિવસોમા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ તાલુકા પંચાયતની ચૂંટણી આ સીટ પર લડતા હોવાથી વધુ ઉગ્ર રોમાંચક મેચ જામે તેવું લાગી રહ્યુ છે.

(11:28 am IST)