Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગોંડલમાં પુ.રામગર બાપુની પુણ્યતિથિ ઉજવાઇ : મુર્તિ પ્રતિષ્ઠા : ગુરૂપૂજન

ગોંડલમાં પુ.રામગર બાપુની પુણ્યતિથિ ઉજવાઇ : મુર્તિ પ્રતિષ્ઠા : ગુરૂપૂજન

ગોંડલ તા.૧૮ : ગોંડલ શહેરની ગલીઓમાં આલે આલે ની આહલેક જગાવનાર પૂજય રામગરબાપુ ની ૩૨ મી પુણ્યતિથિ પૂજય રામગરબાપુ ગૌસેવા ટ્રષ્ટ અને ગૌભકતો દ્વારા દબદબાભેર ઉજવવામાં આવી હતી.

 પરોઢિયે ગુરૂ પૂજન કરાયું હતું તેમજ માંડવી ચોક ખાતે જયપુરના પ્રખ્યાત મૂર્તિ ઘડવૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલ સંગેમરમરની પૂજય રામગરબાપુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં હતી બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગાય માતાને સુખડી અને ખોળ પીરસવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારની ગૌશાળામાં લીલો તેમજ સૂકો ઘાસચારો પહોંચાડવામાં આવ્યો હતો.

પૂજય રામગરબાપુની સંગેમરમરની મૂર્તિના દાતાની સેવા હરિભાઈ સેજપાલ, રાજુભાઈ ખંધેડીયા, અને મનસુખભાઈ પરસાણા દ્વારા લેવામાં આવી હતી, અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપરોકત ટ્રસ્ટ દ્વારા કોઇપણ જાતનો ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છિક રીતે દાતાઓ દ્વારા અપાતું દાન સ્વીકારવામાં આવે છે તેમજ બીમાર ગાયો માટે ગૌશાળા, હેલ્પલાઇન અને એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી રહી હોવાનું જયકરભાઈ જીવરાજાની ની યાદીમાં જણાવાયું હતું.

(11:29 am IST)