Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કાજલી યાર્ડમાં ઘઉં, ચણા, બાજરી, ઘણાની ધુમ આવક

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગયાર્ડમાં ઘઉં, બાજરી, ધાણા, ચણા, રાય તેમજ અન્ય ચીજવસ્તુઓની યાર્ડમાં જોરદાર આવેલ થઇ રહેલ છે યાર્ડના વિશાળ મેદાનો ભરાયેલ છે. યાર્ડની અંદર જોરદાર સુવિધાઓને કારણે ખેડૂતોનો માલ સામાનનો કોઇ જાતનો બગાડ થતો નથી. કારણકે યાર્ડના સમગ્ર વિશાળ ગ્રાઉન્ડમાં આરસીસી થયેલ હોવાને કારણે માલસામાનનો બગાડ થતો નથી. તેમજ યાર્ડમા શેડને કારણે વેપારીઓ પણ પોતાનો ખરીદેલ માલને વ્યવસ્થિત સાચવી શકે છે. યાર્ડમાં ઘઉં, ચણા સહિતની ઠલવાતી જણસોની તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:30 am IST)