Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મસ્કત ઓમાનના ગુજરાતી ઉદ્યોગપતિ કનક શેઠનું દુઃખદ નિધન

ખીમજી રામદાસ પેઢીના કનક શેઠ મૂળ કચ્છના માંડવીના, મસ્કતના રાજ પરિવાર સાથે ઘરોબો હતો, "શેખ" નો ખિતાબ મળ્યો હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: મસ્કત ઓમાનની જાણીતી વ્યાપારી પેઢી ખીમજી રામદાસ એન્ડ કું. ના મોભી કનક શેઠનું દુઃખદ નિધન થયું છે. 

         મૂળ કચ્છ માંડવીના ભાટિયા પરિવાર નો મસ્કત ઓમાનના વ્યાપાર ક્ષેત્રે ડંકો વાગે છે. પોતાના વતન કચ્છ અને માંડવીમાં સખી દાતા તરીકે ઉદાર હાથે દાનની સરવાણી વ્હેવડાવનાર કનક શેઠના દુઃખદ નિધનથી કચ્છભરમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

          મસ્કત ઓમાન જતાં કચ્છ ગુજરાત અને ભારતભરના કલાકારો તેમ જ રાજકીય આગેવાનોએ તેમનું આતિથ્ય માણ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ પોતાની ઓમાન ની મુલાકાત વખતે કનક શેઠ અને ખીમજી રામદાસ પેઢીની વ્યાપારિક સૂઝબૂઝ અને સાહસિકતા તેમ જ સફળતા ને યાદ કરી તેમના પ્રદાનની નોંધ લીધી હતી. કનક શેઠને મસ્કત ના રાજ પરિવાર તરફથી "શેખ" નો ખિતાબ મળ્યો હતો.

(12:24 pm IST)