Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પોરબંદરમાં માર્ગ સલામતી માસનુ સમાપન

પોરબંદર : જિલ્લામાં ૩રમાંં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ પોરબંદર જિલ્લાના મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેકટર ડી.એન.મોદી તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા જિલ્લા વિકાસ અધિકારી અડવાણી તથા શહેરના પ્રતિષ્ઠીત નાગરીકો તથા ડોકટરોએ તથા જે.સી.આઇ.ના સભ્યો તથા એ.આર.ટી.ઓ. તથા ખાનગી એકમોના ડાયરેકટર્સની હાજરીમાં ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું અને આ માસ દરમ્યાન દૈનિક ધોરણે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરમાં સ્ટીકર્સ, બેનર્સ, સેમીનાર, આઇ-ચેકઅપ, પ્રાથમીક સારવાર તથા શહેરમાંં ચાલતા વાહનનો ઉપર સ્ટીકર્સ તથા રીફલેકટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી તેમજ ટ્રાફીક બાબતે જન-જાગૃતિ ફેલાઇ તે માટે પત્રીકાનું વેચાણ કરવામાં આવેલ તેમજ ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવી તેમજ શહેરના ઉચ્ચ અધિકારીઓ તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર તથા ગ્રામ્યનાઓ દ્વારા વેબીનારનું આયોજન કરી કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ તથા નાગરીકોને વેબીનરના માધ્યમથી ટ્રાફીક બાબતે માહિતી પુરી પાડવામાં આવી તેમજ નાગરીકો ટ્રાફીકના પ્રશ્નો બાબતે જાગૃત બને તે રીતેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં ૩રમં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-ર૦ર૧નું સમાપન સમારોહ યોજવામાં આવ્યો તેમજ ડોકટરઓનું સન્માન કરવામાં આવ્યું અને વી.આશા વ્યકત કરવામાં આવી કે આ સમગ્ર માસની કાર્યવાહીના અંતે લોકોમાં ટ્રાફીક પ્રત્યેની જાગૃતી ફેલાશે આ કાર્યક્રમ માત્ર એક માસ માટે સિમિત ન રહેતા હવે રોજેરોજ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું સમાપન સમારોહની તસ્વીર

(12:43 pm IST)