Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ધુનડા સતપુરણધામ આશ્રમના પૂ. જેન્તીરામબાપાના કમરના મણકાનું ૮ કલાકની જહેમત સાથે સફળ ઓપરેશન

''અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રા, પૂ. રમેશભાઇ ઓઝા, અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ તથા સાધુ-સંતોએ ટેલીફોનીક ખબર-અંતર પુછ્યા

જુનાગઢ : ઉપરોકત તસ્વીરમાં ગોકુલ હોસ્પિટલ ખાતે પુ. જેન્તિરામબાપા સાથે ડો. પ્રકાશ મોઢા, ડો. મેહુલ ચૌહાણ તેમજ હેમંત ચૌહાણ અને રાધારમણ સ્વામી, વિવેક સાગરસ્વામી અને ડો. પ્રકાશ મોઢા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૮:  જામજોધપુર નજીકના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમના સંત પૂ. જેન્તીરામબાપા છેલ્લા ૬ માસથી કમરના મણકાની અસહ્ય બિમારીથી પીડાતા હતા.

દરમ્યાન ગત તા.૯ ફેબ્રુઆરીના રોજ ડો. પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલમાં પુ.જેન્તિરામબાપા દાખલ થયા હતા.

જયા અન્ય રીપોર્ટ કરાયા બાદ ૩ કમરના મણકાની સર્જરી કરવાની અત્યંત જરૂરીયાત હોય તેવું ડો. પ્રકાશ મોઢા અને ડો. મહેુલ ચૌહાણ, ડો. વિશાલ મોઢા અને તેમની ટીમે જણાવ્યું હતું અને ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાણ કરી અલગ અલગ રીપોર્ટ તા. ૧ર ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ડો. મેહુલ ચૌહાણ દ્વારા પુ.જેન્તિરામબાપાના કમરના ત્રણ મણકાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યુ હતું અને સતત ડો. પ્રકાશ મોઢા દ્વારા તેઓને માર્ગદર્શન આપવામાં આવેલ અને ખુબ જ કાળજી લીધી હતી.

અને ઓપરેશન બાદ પૂ. જેન્તિરામબાપા સાથે આત્મીયતાથી જોડાયેલા ''અકિલા'' પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સતત સંપર્કમાં રહી ખબર અંતર પુછયા હતા અને જરૂરી મર્ગદર્શન પણ આપેલ તેમજ શ્રીમતી અંજલીબેન વિજયભઇ રૂપાણી નીતીનભાઇ ભારદ્વાજ એ ટેલીફોનિક વાતચીત કરી વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઇ જાય તેવી પૂ. જેન્તી રામબાપાને શુભેચ્છા વ્યકત કરી હતી અને પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પુ. બાપાને ટેલફોનિક વાતચીતમાં જણાવેલ કે આપજલ્દી સાજા થઇ જાવ અને આખા વિશ્વમાં ભ્રમણકરો અને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરો એવી ભગવાનશ્રી હરીને પ્રાર્થના કરૂ છું ઉપરાંત ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી રાધારમણ દાસજી તેમજ વિવેકસાગર સ્વામીએ પૂ.બાપાની હોસ્પિટલ ખાતે ફુલહાર પહેરાવી પ્રસાદ આપી વહલા  સાજા થઇ જાય તેવી શુભેચ્છા પૂ. જેન્તીરામ બાપુએ વ્યકત કરી હતી તેમજ કુવાડવાના મામાજી ગુરૂજી ભજનિક શ્રી હેમંત ચૌહાણ શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ તેરૈયા તેમજ અંશ ભારદ્વાજ સમીરભાઇ ખીરા નિરંજનભાઇ દવે ભાનુબાપુ તેમજ બગસરાના જેરામદાસબાપુ ભવાનભાઇ પટેલ તેમજ ડો. પ્રફુલ્લ કામાણી એ પૂ. જેન્તીરામબાપાને જલ્દી સાજા થઇ જાય તે માટે  શુભેચ્છા પાઠવી હતી . હોસ્પિટલમાં પુ. બાપા દાખલ થયા ત્યારથી લઇ હાલમાં પણ ખડેપગે રહી પુ. બાપાના સેવક ભીખુભાઇ જીલરીયા એ સેવા આપી રહ્યા છે.

પુ. જેન્તિરામબાપાએ જણાવ્યું હતું કે તા. ૯ ના રોજ ગોકુલ હોસ્પિટલમાં દાખલ થયો ત્યારેથી લઇ અત્યાર સુધી દિવસ દરમ્યાન ડો. પ્રકાશ મોઢા સતત ત્રણ વખત ખબર અંતર પુછી જીણામાં જીણી કાળજી લઇ રહ્યા છે તેઓની અદ્ભૂત સેવા રહી છે ઉપરાંત ડો. મેહુલ ચૌહાણ ડો. વિશાલ મોઢા પણ ઓેપરેશનથી લઇ હાલમાં પણ ખુબ લાગણી ભર્યો વ્યવહાર રાખી કાળજીપૂર્વક મારી સંભાળ રાખી અને આ તબીબોની ટીમનો હુ હૃદયપૂર્વક આભાર માની આશિર્વાદ પાઠવું છું. તેમ અંતમાં કહ્યું હતું.

(12:45 pm IST)