Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

નવાગામથી માછરડા થઇને તાલુકા મથકને જોડતા પુલ પર ટ્રક ફસાયો

કાલાવડઃ તાલુકાના નવાગામમાં નવાગામથી અડધો કી.મી.દુર તાલુકા મથકને જોડતા પુલ પર ગાબડુ પડેલ એટલે મકરસંક્રાતીના ખુલ્લુ થઇ ગયેલુ ત્યારે એક જાગૃત નાગરીકે પથ્થર રાખેલો જેથી રાહદારીઓ બચી શકે ખાડાથી અને અકસ્માત ટળી શકે. ત્યાર પછી ગત રપ-૧ના રોજ તેનો અહેવાલ પ્રસારીત કરવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા અને જે બીક હતી કે અકસ્માત ન સર્જાય તેની પહેલા તંત્ર પુલ  પર ધ્યાન આપશે. પરંતુ તેવું ન જ બન્યું. આજે એક ટ્રક પુલ પરથી પસાર થઇ રહયો હતો ત્યારે પાછલા બંન્ને વ્હીલ ફસાઇ ગયા અને ટ્રક જેમ સે તેમ હાલત થઇ ટ્રક પુલ પર ફસાતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

(12:46 pm IST)