Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જૂનાગઢમાં મેગા નિદાન કેમ્પ યોજાયો : ૨૦૦ દર્દીઓએ નિષ્ણાંત તબીબોનો લાભ લીધો

જૂનાગઢ : સ્વામી વિવેકાનંદ ફિઝીયોથેરાપી સેન્ટર તથા જેસીઆઇ જૂનાગઢ તેમજ માંકડીયા હોસ્પિટલના સહયોગથી વિવેકાનંદ ગાર્ડન, તળાવ દરવાજા, રેલ્વે ક્રોસીંગ પાસે, મેગા કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમા અમદાવાદ, રાજકોટ તેમજ જૂનાગઢના સુપર સ્પેશ્યાલીસ્ટ નિષ્ણાંત ડોકટર જેવા કે ગાયનેક, એમડી ફીઝીશ્યન, ઓર્થોપેડીક હાડકાના નિષ્ણાંત, બીડીએસ દાંતના ડોકટર, ફીઝીયોથેરાપીસ્ટ સ્નાયુ તથા સાંધાના નિષ્ણાંત, યુરીક એસીડ, કેન્સર નિષ્ણાંત, એએનટી કાન, નાક, ગળાના નિષ્ણાંત, હૃદયરોગ તથા બાયપાસ સર્જરીના નિષ્ણાંત એમ પી.ટી.કાર્ડીયો ફૂલ્મોનરી સેવાઓ આપેલ હતી. આ કેમ્પમાં ડાયાબીટીસ પણ ચેક કરી આપવામાં આવ્યુ હતુ. જે ડોકટરની એપોઇમેન્ટ લેવામાં પણ સમય લાગતો હોય અને કન્સલ્ટીંગ ફી પણ ઘણી હોઇ તેવા ડોકટરની મુલાકાત અને માર્ગદર્શન માત્ર ૩૦ રૂપિયામાં આપવામાં આવેલ. આ કેમ્પમાં જેસીઆઇના ઝોન વાઇસ પ્રેસીડન્ટ જેસી શહેઝાદ બોડીલા સુરતની ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ કૈલાશભાઇ અડવાણી, જેસીઆઇ જૂનાગઢના મેન્ટર જેસી અરવિંદભાઇ સોની, ડાયરેકટર જેસી કિશોરભાઇ ચોટલીયા, પ્રોજેકટ ડાયરેકટર જેસી કમલભાઇ સેજપાલ, જેસી યતીનભાઇ કારીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૧ના નવનિયુકત પ્રમુખ જેસી જયદીપ ધોળકીયા, સેક્રેટરી જેસી ચેતન સાવલીયા, ઝેડસી એન્ટેન્શન જેસી વિરલ કડેચા, જેસી ચિરાગ કડેચા મેડીકલ કેમ્પના પ્રોજેકટ ચેરમેન જેસી ડો.જય રાણીંગા અને જેસીઆઇ જૂનાગઢ પરિવારના મેમ્બર જહેમત ઉઠાવી રહી છે.

(12:47 pm IST)