Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોરબીની ચિત્રકૂટ સોસાયટી અને પંચાસર રોડ પર તસ્કરોનો આતંક : ત્રણ સ્થળે ચોરી

પાંચ જેટલા ઇસમોએ આતંક મચાવ્યો તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

મોરબી,તા. ૧૮: મોરબી જીલ્લો તસ્કરો માટે રેઢા પડ સમાન બની ગયો હોય તેમ તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો હતો જેમાં એક જ રાત્રીના ત્રણ સ્થળે આતંક મચાવી ચોરીને અંજામ આપ્યો હતો તો બનાવની બુધવારે સાંજ સુધી સત્ત્।ાવાર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ના હતી.

તસ્કર ટોળકીએ મંગળવારે રાત્રીના ત્રણ સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં પાંચ તસ્કરોએ એક મકાનમાંથી ૫ હજારની કિમતનો ઁ કાર અને ૧૦ હજારની રોકડની ચોરી કરી હતી તો જયારે પંચાસર રોડ પર કિશનપાર્કમાં મધરાત્રીએ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયો હોય જે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હતી તો ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ અનીલ પાર્કમાં રહેતા વધુ એક ઘરને નિશાન બનાવ્યું હતું જેમાં પણ રોકડ પરચુરણ રકમની ચોરી થઇ હતી જોકે એક જ રાત્રીમાં ત્રણ સ્થળે ચોરીના બનાવ છતાં બનાવ અંગે બુધવારે સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ના હતી.

(12:50 pm IST)