Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગોંડલના દારૂના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ રાજકોટનો માહમદ પકડાયો

શાપર-વેરાવળમાંથી રૂરલ ક્રાઈમ બ્રાંચે દબોચી લઈ ગોંડલ પોલીસને સોંપ્યો

રાજકોટ, તા. ૧૮ :. ગોંડલના દારૂના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને શાપર-વેરાવળાંથી રૂરલ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો હતો.

 

જીલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની ઝુંબેશ અન્વયે રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતા ત્યારે ગોંડલ સીટી પોલીસ મથકના દારૂના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપી માહમદ ઉર્ફે બદો હાસમભાઈ રાઉકેડા રે. વિનોદનગર હા. બોર્ડ રાજકોટ શાપર-વેરાવળમાં આવ્યો હોવાની બાતમી મળતા તેને દબોચી લઈ ગોંડલ પોલીસના હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ. મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. રહીમભાઈ દલ, મેહુલભાઈ સોનરાજ તથા પ્રકાશભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.(

(12:54 pm IST)