Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પુત્રી વારંવાર રાજકોટ જતી રહેતી હોય કાલાવાડના રાજડા ગામે વિધવા માતનો ફાંસો ખાઇ આપઘાત

જામનગરમાં ટ્રકે એકટીવાને હડફેટે લેતા જોટામાં આવી જતા મહિલાનું મોત

જામનગર, તા.૧૮: કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતા મહેન્દ્રભાઈ બેચરભાઈ કંટારીયા, ઉ.વ.૪પ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કંચનબેન મહેન્દ્રભાઈ કંટારીયા ઉ.વ.૪૦, રે. રાજડા ગામવાળાની દિકરી અવાર નવાર રાજકોટ રહેતા વિશાલ દેવજીભાઈ સાથે જતી રહેતી હોય અને તેમના પિતાજી ગુજરી ગયેલ હોય જે બાબતનું મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે તેમના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ જતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોહિનીબેન કાનજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, મહાપ્રભુજીની બેઠક થી થોડે આગળ કાંતીલાલભાઈ વાજાના ઘરની સામે ઠેબા બાયપાસ તરફ જતા રોડ ઉપર આરોપી ટ્રક નં. રજી.નં.જી.જે.–૧૦–ઝેડ–૭૭પર નો પુરઝડપે ચલાવી એકટીવા મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.એલ.–૭૪૦૩ વાળા ને પાછળથી હડફેટે લઈ ઠોકર મારી ફરીયાદી મોહિનીબેનની માતા મંજુલાબેનને પછાડી દઈ ફરીયાદી મોહિનીબેનને શરીરે ઈજા કરી તેમજ ફરીયાદી મોહિનીબેનની માતા મંજુલાબેનને ટ્રકના પાછળના ડાબા જોટાની અંદર લઈ માથુ કચડી નાખી મૃત્યુ નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

લોખંડના માલની ચોરી

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ નરશીભાઈ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરમાં  જૂના રેલ્વે સ્ટેશન, જૂની રેલ્વે સાઈડીંગ કિષ્ણા વે–બ્રીજ સાઈડની બાજુમાં ફરીયાદી પરેશભાઈના શેઠની ભાનુશાળી નામની લોખંડની ત્રણ શટરવાળી દુકાનનુ શટર ખોલી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી લોખંડનો ર૦ કિલો લોખંડના ત્રણ તોલાના કિંમત રૂ.૧ર૦૦/– તથા પ કિલોના લોખંડના તોલાની કિંમત રૂ.૩૦૦/– તથા આઈસેશનવાળા લોખંડના ત્રણ કટકા જે લોખંડનો વજન આશરે ૬૦ કિલો કિંમત રૂ.૩પ૦૦/– એમ કુલ રૂપિયા પ૦૦૦/– તથા સાહેદ હિતેન્દ્રભાઈ કેશુભાઈ પોકારની ઓફીસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ર૦૦૦/– એમ કુલ રૂપિયા ૭૦૦૦/– ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કડિયાવાડ, સટ્ટાબજાર પાસે, જાહેરમાં આરોપીઓ રાજેશભાઈ પ્રેમજીભાઈ સોમૈયા, રફીક સતારભાઈ ભભાણી, મનોજભાઈ હેમતભાઈ રાવલ, રે. જામનગરવાળા નોટોના નંબર ઉપર એકી–બેકી નામનો જુગાર રમી રમાડી આકડા બોલી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ, નાનકપુરી, જામનગરમાં આરોપી કિશન મયુરભાઈ કનખરા, ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી જાહેરમાં નીકળતા ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખોજાનાકા તવા રેસ્ટોરન્ટની ગલીના ખુણા પાસે,જામનગરમાં આરોપી મોએજઅલી ઉર્ફે મોયલો પ્યારઅલી કરીમાણી, રે. જામનગરવાળો આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચકકી હિંગળાજ હોટલની બાજુમાં જાહેરમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતીયો નરેન્દ્રભાઈ નાખવા, હરીશ દેવજીભાઈ મુંજાલ, રે. જામનગરવાળા નોટોના નંબર ઉપર એકી–બેકી ના આંકડા બોલી પૈસાની હારજીત કરી એકી–બેકી નામનો જુગાર રમી–રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૬ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કોંઝા ગામ, પાણીના બંધ પાસે આરોપી પીન્ટુ ચંદ્રસિંહ બચુભાઈ ડામોર, રે. કોંઝા ગામવાળા દારૂની પ્લાસ્ટીકની રોયલ સીલેકટ ડીલકસ વ્હીસ્કી ૪ર.૮,  બોટલ નંગ–ર૪, કિંમત રૂ.૧ર,૦૦૦/– તથા ગોવા વ્હીસ્કી ફોર સેલ ઈન મઘ્યપ્રદેશ ઓનલી લખેલ કુલ બોટલ નંગ–૪, કિંમત રૂ.ર૦૦૦/– મળી કુલ બોટલ નંગ–ર૮, કિંમત રૂ.૧૪,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામવાડી ગામે જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિનેશભાઈ લખમણભાઈ કરમુર એ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી ગામના સુરેશભાઈ બાબુભાઈ કાલરીયાના નવા મકાનની પાછળ આવેલ ખાચામાં જાહેરમાં આરોપી સુરેશભાઈ બાબુભાઈ કાલરીયા, રાજેન્દ્રભાઈ પરસોતમભાઈ કાલરીયા, મહેશભાઈ સુભાષભાઈ કાલરીયા, જયંતીલાલ વીરજીભાઈ ડેડાણીયા, હિતેષકુમાર લીલાભાઈ સગરકા, જમનાદાસ નારણભાઈ સગારકા, પ્રફુલભાઈ કારાભાઈ સીતાપરા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રેઈડ દરમ્યાન કુલ રૂ.રોકડા રૂ.૧૦૭૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:57 pm IST)