Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બેસ્ટ સાયન્ટીસ્ટ એવોર્ડ, 'આઉટ સ્ટેન્ડિંગ સાયન્ટીસ્ટ એવોર્ડ', 'એકસેલન્સ ઈન રીસર્ચ એવોર્ડ', 'યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ ' મેળવતા ડો.ડી.એમ.જેઠવા

જૂનાગઢ,તા.૧૮:  ડો. ધર્મરાજસિંહ એમ જેઠવા હાલમાં સહ સંશોધન વૈજ્ઞાનિક તરીકે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટક શાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે. તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ ૨૦૧૩-૧૪ માં 'બેસ્ટ ટીચર' નો એવોર્ડ જુનાગઢ કૃષિ યુનીવર્સીટી દ્વારા એનાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમની જુદી જુદી સંશોધનની કામગીરી માટે 'બેસ્ટ સાયન્ટીસ્ટ એવોર્ડ', 'આઉટસ્ટેન્ડિંગસાયન્ટીસ્ટ એવોર્ડ', 'એકસેલન્સ ઈન રીસર્ચ એવોર્ડ', 'યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ' વગેરે એમ કુલ ૦૯ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

ડો. ધર્મરાજસિંહ એમ જેઠવા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી સાથે વર્ષ ૨૦૦૬ થી સંકળયેલા છે. તેમના માર્ગદર્શન નીચે ૧૨ એમ.એસ.સી. વિદ્યાર્થીઓ તેમજ ૦૨ પી.એચ.ડી. વિદ્યાર્થીઓએ પોતાનું સંસોધન કાર્ય સમાપ્ત કરેલ છે. તેમ જ હાલ માં તેમના માર્ગદર્શન નીચે ૦૨ એમએસ.સી. વિદ્યાર્થીઓ તેમજ ૦૭ પી.એચ.ડી. વિદ્યાર્થીઓ પોતાનું સંસોધન કાર્ય કરી રહ્યા છે.

આઈ.સી.એ.આર. દ્વારા ચાલતી ઈ.એલ.પી. યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પોતાનો વ્યવ્સાય સ્થાપીન પગભર થઇ શકે તે માટે થઈને જુદા જુદા જૈવિક ઘટકોનો બહોળા પાયે ઉછેર તેમજ વેચાણની તાલીમ ડો ડી. એમ. જેઠવા દ્વારા વર્ષ ૨૦૧૬ થી આપવામાં છે. જે અંતર્ગત હાલ સુધીમાં ૨૧૮ સ્નાતક કક્ષાના તેમજ ૨૪ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચુકયા છે. જેમના દ્વારા કુલ ૪૨.૧૦ લાખ રૂપિયાની આવક કરવામા આવેલ જેમાંથી ૧૮.૮૫ લાખ રૂપિયા વિદ્યાર્થીઓમાં વેહ્રચવામાં આવ્યા છે.

તેઓ મુખ્ય પ્રોજેકટ જેવા કે આર.કે.વી.વાય યોજના, બાગાયત મિશન અને આઈ.સી.એ.આર. દ્વારા ચાલતા જુદા જુદા પ્રોજેકટનું સંચાલન કરે છે. તેઓએ જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની સ્થાપના કરી ખેડૂતો માટે જુદી જુદી જીવાતોના સફળ જૈવિક નિયંત્રણ માટેના પગલા આપ્યા છે. આ ઉપરાંત જુદી જુદી ખાનગી એજન્સીના કુલ ૨૬ પ્રોજકટ પૂર્ણ કરેલ છે. જુદા જુદા જૈવિક ઘટકોના ઉત્પાદન તેમજ વિતરણ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦ કરોડ રૂપિયાની રેવન્યુ ઉત્પાદિત કરેલ છે. આ ઉપરાંત ત્રણ નવી ટેકનોલોજી ભારત સરકારમાં પેટન્ટ કરાવેલ છે.  તેમ બીજી ૫ ટેકનોલોજીની પેટન્ટ કરવાની કામગીરી શરુ છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં ખેડૂત તેમજ વૈજ્ઞાનિક સમુદાય માટે કુલ ૫૭ ભલામણ કરવામાં આવેલ છે.તેમણે અત્યાર સુધીમાં ૧૩૮ જેટલા સંશોધન લેખ તેમ જ ૪૪ જેટલા ખેડૂત ઉપયોગી લેખ લખેલ છે.  અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ ખાસ વ્યાખ્યાન ઉપરાંત ૪૭ થી વધુ ખેડૂતો માટેના ટી.વી. તેમજ રેડીઓ વાર્તાલાપ આપેલ છે. તેમણે જુદી જુદી ૦૩ વૈજ્ઞાનિક સમુદાય માટે ૦૧ વિદ્યાર્થીઓ માટે અને ૦૫ ખેડૂતો માટે તાલીમનું આયોજન કરેલ છે. આમ, ડો. ધર્મરાજસિંહ એમ જેઠવા એ શિક્ષણ ક્ષેત્રે ઉતકૃષ્ટ કામગીરી કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ગૈારવ વધારેલ છે.

(12:58 pm IST)