Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જુનાગઢમાં આંતરરાજય ચોરી કરતી ચીખલીગર ગેંગના ર શખ્સો ઝડપાયાઃ ચાવી બનાવવાના નામે ગુન્હા આચરતા

સોનાના દાગીના સહિત રૂ. ૬.ર૦ લાખનો મુદામાલ જપ્ત કરતી ક્રાઇમ બ્રાંચ

જુનાગઢઃ તસ્વીરમાં પોલીીસ ટીમ તથા બન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજય ચોરીઓ કરતી ચીખલીગર ગેંગના અજીતસિંગ ઓમકારસિંગ ચિકલીકર અને પરબતસિંગ દિલીપસિંગ ચિકલીકરને ઝડપી લઇને દાગીના સહિત રૂ. ૬.ર૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ શખ્સોએ ૧૩ ચોરીની કબુલાત આપી છે. આ શખ્સો દિવસ દરમ્યાન અજાણ્યા શહેરમાં જઇ શેરી, ગલ્લી, મહોલ્લામાં ફેરી કરી ચાવી બનાવવાના ઓથા હેઠળ એકલ દંપતી કે વૃધ્ધ માણસોને ટારગેટ કરી વિશ્વાસમાં લઇ ઘરમાં પ્રવેશ કરી જુના તાળાની ચાવી બનાવવાના ઓથા હેઠળ નજર ચુકવી કબાટ, તીજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના લઇ જઇ ગુન્હાઓ આચરે છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વામશેટ્ટીની સુચનાથી પી. જી. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સ.ઇ. ડી. જી. બડવા બી ડીવીજન પો. સ્ટે.ના પો.સ.ઇ. એ. કે. પરમાર ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, પો. હેડ કોન્સ. શબીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા તથા ડ્રા. પો. કોન્સ. જગદિશભાઇ ભાટુ વિગેરે એ કરી હતી.

(3:07 pm IST)