Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વ્રજવાણી સર્વત્ર ગુંજશેઃ પૂ.મોરારીબાપુ

કચ્છમાં આયોજીત ''માનસ વ્રજવાણી'' શ્રીરામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ તા. ૧૮ : ''વ્રજવાણી સર્વત્ર ગુંજશે'' તેમ પૂ.મોરારીબાપુએ કચ્છમાં આયોજીત ''માનસ વ્રજવાણી''શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યંુ કે, રામચરીત માનસમાં ૧૬ તત્વો બિરાજમાન છે. ધાર્મિક કથામાં આવતા શ્રોતાઓને હળવા રાખવા જોઇએ.

પૂ. મોરારીબાપુએ કાલે શ્રીરામ કથામાં રામ જન્મની કથા પહેલા નિશિચરવંશની કથા કહેવાઇ છે જયાં રાવણ, કુંભકર્ણ આદિ રાક્ષસોએ વરદાન મેળવીને ધરતી પર આતંક ફેલાવ્યો છે. ધરતી-પૃથ્વિ ગાયનું રૂપ લઇ બ્રહ્મા પાસે ગઇ, બ્રહ્માએ પણ અન્ય દેવો સાથે ઇશ્વરને પોકાર કરવાની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના-એ ન્યાયે જયાં છીએ ત્યાંથી જ પ્રાર્થના કરીએ, સૌ મળી હરિને પોકારે-પ્રાર્થના કરે છે. ઇશ્વરે આકાશવાણી કરી જણાવ્યું કે હું અયોધ્યામાં દશરથને ત્યાં આવીશ, સૌ દેવતાઓ બંદર, ભાલુના વેશે રામજન્મ પહેલા ધરતી પર સહાય માટે ઉતર્યા અયોધ્યાનું સુંદર વર્ણન કર્યુ હતું.

(3:52 pm IST)