Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કચ્છમાંથી ૪પ.૮૭ લાખનો દારૂ ઝડપાયો

આડેસર ચેક પોસ્ટ પાસે વાહન સાથે રાજસ્થાની ઝડપાયોઃ ૩ શખ્સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : કચ્છના આડેસર ચેક પોસ્ટ પાસેથી આડેસર પોલીસ ટીમ રૂ.૪પ.૮૭ લાખના દારૂ સાથે રાજસ્થાનના રૂગનાથરામ બસારામ કાકાની ધરપકડ કરી છે. જયારે રાજુ નામનો એક શખ્સ તથા તેનો એક માણસ અને દારૂ મંગાવનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, પોલીસ અધિક્ષક મયુર પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાની સુચનાથી પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે. ગોહીલ, એ.એમ.આઇ. સુખદેવસિંહ જાડેજા, પો.હેઙકોન્સ્. ધ્રુદેવસિંહ ઝાલા, બલભદ્રસિંહ ઝાલા, પો.કોન્સ. દલસગજી ડાભી, હકુમતસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી, ભરતજી વદનજી ઠાકોર ગાંડાભાઇ ચૌધરી, વિજયસિંહ ઝાલા, શૈલેષભાઇ ચૌધરી, મેઘરાજભાઇ ચિહોરી, યોગેન્દ્રસિંહ રાજપુત, દલપતસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ છાયદરા, નિકુલભાઇ ગોહીલ સહિતનાએ કરી હતી.

(3:53 pm IST)