Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબીમાં ક્લોક & ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુ. એસો.એ જાહેર કર્યું એક સપ્તાહનું સ્વૈચ્છીક લોકડાઉન

મોરબી : વર્તમાન સમયમાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય દેશના દરેક રાજ્યની અંદર કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે તેવી રીતે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર પણ હાલ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે કરો વધારો થઈ રહયો છે અને કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર છેલ્લા સવા મહિનામાં કોરોના પોઝિટિવ કેસ અને કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં બહુ મોટો વધારો થયો છે જેને ગંભીરતાથી લઈને મોરબીમાં ક્લોક & ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુ. એસો.એ તા ૧૯/૪ એક સપ્તાહનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે

મોરબીમાં લોકોની સાવચેતીના ભાગરૂપે વેપારીઓ દ્વારા આંશિક સ્વૈચ્છીક બંધ પાળવામાં આવી રહ્યો છે જો કે, હજુ પણ બજારોમાં લોકોની બિન જરૂરી ભીડ રહેતી હોય છે જેથી કરીને કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી તે હક્કિત છે ત્યારે મોરબીમાં ક્લોક & ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેટ્સ દ્વારા હાલમાં ઉદભવીત વૈશ્વિક મહામારી કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન એટલે કે બંધ રાખવાનો  નિર્ણય કરેલ છે અને આવતી કાલે સોમવાર તારીખ ૧૯/૪ થી લઈને ૨૫/૪ સુધી સ્વૈચ્છિક બંધ રાખવામા આવ્યું છે જેના માટે તમામ સભ્યો તરફથી સંમતિ પણ આપવામાં આવી છે અને કોરોનાના સંક્રમણની કડીને તોડવામાં નૈતિક રીતે મદદરૂપ થવાની જવાબદારી સાથે ઉધ્યોગકારો દ્વારા આ નિર્ણય લેવાં આવેલ છે તેવું મોરબીમાં ક્લોક & ગિફ્ટ આર્ટીકલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેટ્સના પ્રમુખ સંજયભાઇ રાજાએ જણાવ્યુ છે અને વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી શહેર અને જીલ્લાની અંદર વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમારા એસોસિયેશન દ્વારા સોમવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામા આવેલ છે

   
(6:21 pm IST)