Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરને વધુ એક એનડીઆરએફ ટીમ ફાળવી : દરિયાકાંઠે માવધપુર અને આસપાસ ગ્રામ્‍ય વિસ્‍તારની કલકેટર અને એસ.પી. એ. સૈન્‍ય સાથે મુલાકાત લીધી : લોકોને સ્‍થળાંતર કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

પોરબંદર : પોરબંદરને વધુ એક એનડીઆરએફની ટીમ ફાળવાઇ છે.  પોરબંદર ના દરિયાકાંઠા થી ૧૦ કિલોમીટર વિસ્તારના કાચા અને ઝુંપડા વાળા તમામ મકાનો ખાલી કરાવાઈ રહયા છે તેમ કલેક્ટર અશોક શર્માઅે જણાવેલ છે. પોરબંદરના દરિયા કાંઠે આવેલા માધવપુર અને આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાની નુકશાની ન થાય અને  એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે પોરબંદરના કલેકટર અશોકભાઇ શર્મા અને એસ.પી. રવી મોહન સૈનીએ માધવપુર ગામની મુલાકાત લીધી હતી.

     કલેકટર  એ જણાવ્યું હતું કે પોરબંદરનાં દરિયાકાંઠેથી ૧૦ કિલોમીટર વિસ્તારમાં ચોપડા વાળા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. સોળ હજાર લોકોનું સ્થળાંતર પછી પણ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે . કુલ ૨૫ હજાર લોકોનુ સ્થળાંતર થઈ રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં એનડીઆરએફની બે ટીમ આવી ગઈ છે અને એસડીઆરએફ ની ચાર ટીમઆવી ગઈ છે અને એનડીઆરએફની વધુ એક ટીમ અમદાવાદ થી પોરબંદર આવવામાં છે. એનડીઆરએફની એક ટીમ ને માધવપુર ખાતે રાખવામાં આવશે. નેવી ,આર્મી,અને કોસ્ટગાર્ડ સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને રાહત બચાવની કામગીરીનું આયોજન કરાયું છે.

(9:51 am IST)