Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગોંડલ મોટી બજારમાં બે યુવાનો ઉપર છરી ઝીંકી

યુવાનો પોલીસના બાતમીદાર હોવાની શંકા કરી હુમલો કર્યો

ગોંડલ તા.૧૮: અત્રેની બાવાબારી શેરીમાં રહેતા બે યુવાનો ઉપર પોલીસને બાતમી આપતા હોવાની શંકા કરી ચાર શખ્‍સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી.

વિગતો મુજબ મોટી બજાર બાવા બારી શેરીમાં રહેતા અર્જુન મહેન્‍દ્રભાઈ ચૌહાણ ઉપર હુસેન ઉર્ફે ભોલિયો દિલાવરભાઈ મકરાણી, ઇમરાન હુસેનભાઈ કટારીયા તેમજ બે અજાણ્‍યા શખ્‍સો રહે ચારેય ગોંડલ વાળા ઓએ છરીઓ વડે હુમલો કર્યો હતો આ માથાકૂટમાં અર્જુનનો મીત્ર મોહિત સોલંકી વચ્‍ચે પડતા તેને પણ છરીના ઘા મારી દેતા બન્ને યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં અર્જુને પોલિસ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી એલ ઝાલા એ ઉપરોક્‍ત ચારે શખ્‍સો વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી હતી. અર્જુને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે ઇમરાન કટારીયાને ત્‍યાં થોડા સમય પહેલા પોલિસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્‍થો પકડી પડ્‍યો હોય જેની બાતમી પોલીસને અર્જુને આપી હોવાની શંકા હોય જીવલેણ હુમલો કર્યો હતો.હુમલાખોરો ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવતાં હોય પોલીસ ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.

(10:19 am IST)