Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

સરકારના હુકમનો ઉલાળીયો કરી બેઠા થાળે ગેરકાયદેસર ચૂંટણી કરતા ગોંડલ નાગરીક સહકારી બેંક ફરી વિવાદમાં

ગોંડલ,તા.૧૮: ગોંડલ નાગરિક સહકારી બેન્‍ક ના ડિરેક્‍ટર યતિષભાઈ દેસાઈ એ બેન્‍ક ના જનરલ મેનેજર અને ચૂંટણી અધિકારી, જિલ્લા રજીસ્‍ટ્રાર ને પત્ર લખ્‍યો છે કે ગોંડલ નાગરિક સહકારી બેંક લી., ગોંડલના ડીરેકટરોની બીનહરીફ ચુંટણી થયેલ છે. રાજય સરકારના તા. ૧૬-૪-૨૦૨૧ ના જાહેર નામા મુજબ કોઈપણ ચુંટણી યોજવી નહી જે અંગેનું જાહેરનામુ હોવા છતા પણ બેંકના સતાદ્યીશોએ ગેરકાયદેસર રીતે બેઠા થાળે બેંકના બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગના એજન્‍ડામાં લીધા વિના કે જીલ્લા રજીસ્‍ટ્રારને જાણ કર્યા વિના સરકારમાં પોતાની રહેલી વગનો દાદાગીરી થી દુર ઉપયોગ કરી જીલ્લા રજીસ્‍ટ્રારને જાણ કર્યા વિના આ ગેરકાયદેસર ચુંટણી યોજેલ હોય તેને રદ કરવા અને બંને ગેરકાયદેસર ચુંટાયેલા ઉમેદવારોને કામ કરતા અટકાવવા અંગેની અરજી કરેલ છે.

વિશેષમાં બેંકના ડીરેકટર યતીશ દેસાઈએ જીલ્લા રજીસ્‍ટ્રારને ટેલીફોનીક વાત કરતા તેઓ આ બાબતથી અજાણ હતા માટે સોશ્‍યલ મીડીયામાં ચુંટાયેલા ઉમેદવારોની વાહ વાહ કરતા લોકો આ રાજય સરકારનું જાહેરનામુ જરૂરથી વાચે તેમજ ગોંડલના પ્રજાજનો ઓક્‍સિજન બાટલા અને હોસ્‍પિટલના બેડ અને વેન્‍ટીલેટર માટે કરગરતા હોય ત્‍યારે આ કહેવાતા સેવા ભાવીઓ ચુંટણી યોજી પ્રજા દ્રોહ કરી રહયા છે.

 

(10:20 am IST)