Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

શિક્ષણમંત્રીનો સોમનાથમાં પડાવ : જીલ્લાના ૩૨,૨૫૦ લોકોનું સ્‍થળાંતર : બસ વ્‍યહાર બંધ કરાયો

(મીનાક્ષી ભાસ્‍કર વૈધ દ્વારા) પ્રભાસ પાટણ ,તા. ૧૮: રાજયના દરીયા કિનારાના વિસ્‍તારોમાં તોકતે વાવાઝોડા સંકટ સામે સજ્જ બનવા તેમજ વહીવટી તંત્ર સાથે સંકલન તેમજ બચાવ કામગીરીને સુદ્રઢ બનાવવા શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા ગીર-સોમનાથ પહોંચ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે ગીર સોમનાથ જિલ્લામા ૩૨૨૫૦ લોકો સહીસલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યાં છે દવાખાનામા જનરેટર સેટની ઓકીસજન ઇન્‍જેક્‍શનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે તેમજ પોલીસ પેટ્રોલીંગ કરે છે ત્રણ એન ડી આર એફ ટીમે તેમજ એક એસ ડી આર એફ ની ટીમ કાર્યરત થઈ ગયેલ છે ઉપરાંત પોલીસ ટીમના વધારાના આઇ જી સુભાષ ત્રિવેદી હાજરી રહ્યા હતા તેમજ જો પવનથી ઝાડ પડે તો એક એક તાલુકા મા સરકાર દ્વારા ૩ જી. સીબી સરકાર દ્વારા અને અને ખાનગી કંપનીઓ ના બીજા ત્રણ ત્રણ જીસીબીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેથી રોડ ઉપર જયારે વૃક્ષો ધરાશાયી થાય તો તાત્‍કાલિક જી. સીબી નો ઉપયોગ કરી રસ્‍તા ઓ ખુલ્લા કરવામાં આવે છે તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે એક આફતને સાથે લઈને બીજી આફત ની સામે રાજયસરકાર લડી રહી છે તેઓ તંત્રની કામગીરી બિરદાવી હતી.

વેરાવળમા દશ નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્‍યુ હતું વેરાવળ પંથક ના ગામડા મામલતદાર કચેરી ના એચ એ ખેર મીઠાપુર ગામ ના રોડ ઉપર ઝૂંપડપટ્ટી મા રહેતા લોકો ને સહીસલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યાં હતા તેમજ આજોઠા પાસે દેવીપૂજક સમાજ ના લોકોના માલઢોર ને ગૌશાળા તેમજ સ્‍કુલમાં ખસેડવામાં આવ્‍યા હતા તો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આસરો સ્‍થાનો એ જવા માટે રસ્‍તા બંધ થઈ જઇ તો વૈકલ્‍પિક રસ્‍તા ઓ તૈયાર કરવામાં આવ્‍યો છે સામાજીક સંસ્‍થાઓ દ્વારા ફુડ પેકેટ ની તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે વેરાવળ મા એસ.ટી ના ઇન્‍ચાર્જ ડેપો મેનેજર કુલદીપ સિંહ જાડેજા એ જણાવ્‍યું કે કોસ્‍ટલ એરય ની ૫૦ કિલોમીટર ની આવતી બસ બંધ કરવામાં આવી છે અને બાર રૂટ માંથી ત્રણ રૂટ બંધ છે તેમજ સ્‍થળાંતર માટે જો બસ ની જરૂર પડે તો એસ.ટી નો સ્‍ટાફ કાર્યરત રાખવામાં આવ્‍યો છે વનવિભાગ ના સામાજિક વનિકરણ ના આર એફ રસીલાબેન વાઢેળ એ જણાવ્‍યું કે રોડ ઉપર જે ઝાડ પડૈ છે તેની તાત્‍કાલિક દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

(10:39 am IST)