Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટના ૩૮૭ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ૨૫૦૦ ગામોમાં વીજ પુરવઠો ઠપ્‍પ : ૨૨૦૦ ફીડર બંધ કરવા પડયા : દોડધામ

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના કહેરને કારણે અંદાજે ૨૫૦૦ થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો તેમજ કાંઠા વિસ્‍તારમાં અમુક ગામોમાં સલામતીના કારણોસર વીજ પુરવઠો સ્‍થગિત કરવામાં આવ્‍યો.

અતિ ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અંદાજે ૨૨૦૦ થી વધુ ફીડર બંધ પડ્‍યા. જેમાં ૬૦૦ જેટલા JGY ફીડર, ૧૪૦૦ જેટલા AG ફીડર, ૧૫૦ જેટલા અર્બન ફીડર, ૭૦ જેટલા ઈન્‍ડસ્‍ટ્રીયલ ફીડરનો સમાવેશ થાય છે.

ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે AG ફીડર શરૂ કરવામાં પીજીવીસીએલની ટીમોને અવરોધ આવી રહ્યો છે.

અતિ ભારે પવન અને વરસાદને કારણે કુલ ૨૨૦ પોલ ડેમેજ થયેલ છે.

તીવ્ર વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, રાજકોટ ગ્રામ્‍ય, સુરેન્‍દ્રનગર અને જામનગર વિસ્‍તારમાં થયું છે.

 

(11:24 am IST)