Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ધોરાજીમા વોર્ડ નં.રમાં પીવાના પાણીની લાઇન રીપેરીંગ કરવા માંગણી

ધોરાજી પાલિકાના વોડ નં. રના સદસ્ય સોનલબેન શૈલેષભાઇ બાલધાએ જણાવ્યું કુભારવાડા વિસ્તાર વડલા ચોકમાં પસાર થતી પીવાના પાણીની મોટી લાઇન જે અહીંથી પસાર થઇ બગીચાના સંપ સુધી જાય છે જે લાઇન વડલી ચોકમાં તુટી ગયેલ છે સોનાપુરીએ જતી શબવાહીનીઓ નીકળતી હોય ત્યારે તકલીફ પડે છે. આ અંગે ઘણા વખતથી પાલિકાના સતાધીશો તેમજ ચીફ ઓફીસરને રૂબરૂ તેમજ ટેલીફોનીક જાણ કરવા છતા પણ પગલા લીધેલ નથી તેથી આ વિસ્તારના લોકો તેમજ સદસ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવે તે પહેલા રીપેરીંગ કરવા પાલીકાને અપીલ કર હતી. (તસ્વીર-અહેવાલઃ કિશોર રાઠોડ-ધોરાજી)

(12:20 pm IST)