Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિસાવદરના ગૌ સેવકો કોરોનાને મહાત આપીને હોસ્પીટલમાંથી બહાર આવતા તેઓ ભાવ વિભોર બન્યાઃ હર્ષદ રીબડીયા

(યાસીલ બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદરના બિમાર ગાયોની સેવા કરતા ગૌસેવક રાહુલ વાઘેલા તેમજ કિશોરભાઇ ચોટલીયાએ કોરાનાને મહાત આપી હોસ્પીટલમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ભાવ વિભોર બની ગયા હતા અને વિસાવદર સરકારી હોસ્પીટલમાં લોકસેવા આપનાર ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાનો  તથા સરકારી હોસ્પીટલના ડો. પાર્થ ફુલેત્રાનો આભાર માન્યો હતો અને તેઓએ વડીલોના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા હતા.

આ તકે ડો. ફુલેત્રાના જણાવ્યા અનુસાર આ દર્દીનું ઓકસીજન લેવલ ૬પ જેટલુ થઇ ગયેલ અને ફેફસા પણ ૮૦ થી ૯૦% જેટલા ડેમેજ હતા ત્યારે ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ રેમડેસીયીરની વ્યવસ્થા કરી આપેલ તેમજ તેમના કુટુંબીજનોએ ડો. ઉપર ભરોષો કરી અન્ય જગ્યાએ ટ્રાન્ફસર નહી કરી વિસાવદરમાંજ સારવાર લીધેલ તેમને સારૂ થતા અને તેમનુ ઓકસીજન લેવલ ૯પ થઇ જતા તેમને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતા ત્યારે બન્ને દર્દી તથા તેમના કુટુંબીજનો ડોકટરની ટીમ હર્ષદભાઇ રીબડીયા ધારાસભ્યની ટીમનો આભાર વ્યકત કરેલ હતો.

આ પ્રસંગે આગેવાન બિપીનભાઇ રામાણી તથા નગરપાલિકાના પ્રમુખ કૌશીકભાઇ વાઘેલા, કરશનભાઇ વાડોદરીયા, વિપુલભાઇ પોકીયા, રમણીકભાઇ દુછાત, સુભાષભાઇ ગોંડલીયા, વિવેક રીબડીયા તથા ડોકટર રાજન રીબડીયા તેમજ ભાજપ-કોંગ્રેસના આગેવાનો સિવિલ હોસ્પીટલમાં વિસાવદર મુકામે હાજર રહ્યા હતા અને લાગણી સભર દ્રશ્યો સર્જાયેલા હતા.

(12:22 pm IST)