Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વરસાદ -વાવાઝોડાથી ઉનાળુ પાકને નુકશાન : ખેડેલા ખેતરો રગદોળાયા

માર્કેટયાર્ડો બંધ હોવાથી ખેડૂતોને નુકશાનમાં વધારો : વૃક્ષો પરના ફળ ખરવા-પડવા લાગ્‍યા

રાજકોટ,તા. ૧૮: ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ગઇ કાલ અને આજે થયેલ વાવાઝોડા અને વરસાદની માઠી અસર કૃષિ ક્ષેત્ર પર જોવા મળી છે. ખેતરો ખેડવાની મહેનત માથે પડી છે. કોરોના કાળમાં ખેડૂતો  માટે પડયા પર  પાટા જેવી સ્‍થિતી સર્જાતા સરકારી સહાયની જરૂરિયાત ઉભી થઇ છે.

જે ખેડૂતોએ ઉનાળુ મગફળી, તલી  વિગેરે વાવેલ તેના પર વરસાદ પડવાનથી નુકશાન થયું છે. ઝાડ પરથી કેરી પાક વેંચાણના અભાવે હજુ ખેતરમાં જ રાખેલ અથવા જ્‍યાં રાખેલ ત્‍યાં પુરતા રક્ષણની વ્‍યવસ્‍થા ન હતી. તેવા કિસ્‍સામાં મોટુ નુકશાન થયું છે. વરસાદ વહેલો આવી જતા ખેતરોમાં નુકશાન થયું છે. ઘણા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી માટે ખેતરો ખેડીને તૈયાર રાખેલ તેને ફરીથી ખેડવા પળશે. વરસાદ પડવાથી વાવણીની પૂર્વ તૈયારીને ફટકો લાગ્‍યો છે. કુદરતી કોપથી ખેડૂતો દુઃખી છે.

(12:30 pm IST)