Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાંકાનેર પંથકમાં આઠસોથી વધુ લોકોનું સ્થળાંતર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૮: વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તૌકતે વાવાઝોડાના પગલે બે દિવસથી ઠંડો પવન અને વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ભારે પવનને લઇને વિજ પુરવઠો પણ ચાલુ બંધ થઇ રહ્યો છે.

તૌકતે વાવાઝોડાથી કોઇ જાનહાનીનો થાય તે માટે વહીવટી તંત્ર અને અધિકારીઓ પદાધિકારીઓ પ્રજાના પ્રતિનિધીઓ લોકો વચ્ચે પહોંચી જઇ કાચા અને છાપરા વાળા મકાનમાં રહેતા તેમજ ઝુપડામાં રહેતા લોકોને સમજાવી સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગઇ કાલે જ કરી લીધી હતી.

અને રાત્રે સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આઠસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ ગ્રામ્ય પંથકમાં જે તે ગામની શાળાઓમાં અને શહેરમાં ગર્લ્સ હાઇસ્કુલ તથા લોહાણા મહાજન વાડીમાં લોકોને રાખવામાં આવ્યા હતા. અને તમામની જમવા -રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

ગત મધ્યરાત્રીથી પવન સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ લખાય છે. ત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય અને તેમની ટીમ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઇન્ચાર્જ ટી.ડી.ઓના.મા બી. એસ.પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ કાર્યકતાઓ સાથે ફરી ઝુપડપટ્ટી અને કાચા મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડેલ.

જીતુભાઇ સોમાણી અને તેમની ટીમે શહેરી વિસ્તારના જરૂરીયાતમંદોને પાલીકાના વાહનો મારફત સલામત સ્થળે ખસડયા હતા વાંકાનેરના રાજવી શ્રી કેશરીદેવસિંહજી ઝાલા નેતૃત્વ હેઠળ હાઇ વે પર ગરાસીયા બોર્ડીંગ ખાતે તાલુકા ભા.જ.પ. કાર્યલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી તાલુકામાં જ્યા જરૂરત હોય ત્યાં તેમની ટીમ દ્વારા લોકોને મદદરૂપ થવાની વ્યવસ્થા ઉભી કરી છે.

તૌકતે વાવાઝાડાને પગલે આજ તા. ૧૮મીના સવારથી એસ.ટી.ની તમામ બસો બંધ રાખવામાં આવી છે. એક પણ ગામની બસ ગઇ નથી.

આકાશમાં વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ છે. પવનની ગતિ મંદ પડી છે. અન્ય કોઇ નુકશાનીના વાવાડ મળેલ નથી.

(12:31 pm IST)