Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાથી ધોરાજીના ૧૭ ગામોમાં વિજળી ઠપ્પઃ વૃક્ષો ધરાશાયી

નિચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા

તસ્વીરમાં વૃક્ષો ધરાશાયી એનડીઆરએફની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ-ધોરાજી)

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૮ : ધોરાજી વાવાઝોડાને પગલે સરકાર દ્વારા તાત્કાલીક અસરથી જરૂરી પગલાઓને લીધે લોકોને સાવચેત કરેલ અને નીચાણવાળા વિસ્તારો નદીના પટમાં રહેતા અને જર્જરીત મકાનમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે રાખેલ રાત્રીના ભારે વરસાદને પગલે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બનેલ છે અને રોડમાં ઝાડ પડવાથી રસ્તાઓ બંધ થયેલ પણ આરએફઓ તુપ્તીબેન જોષી  ફોરેસ્ટ સબનમબેન બ્લોચ તેમજ વનવિભાગની ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારો અને હાઇવે પર આરએનબી ટીમો સાથે રોડ પર પડેલા ઝાડ ખસેડેલ હતા જયારે ધોરાજી તાલુકામાં વાવાઝોડાને લીધે ૧૬ ગામોમાં વિજળી બંધ છે અને તેને ચાલુ કરવા જીઇબીની ટીમો કામે લાગી ગયેલ છે

ધોરાજી શહેરમાં જુદા જુદા વિસ્તારો જેવા કે વિજળીના તાર પર ઝાડ પડવા અને ટ્રાન્સફોર્મર પર ઝાડ પડવાના ધોરાજીના ફરેણી રોડ સ્ટેશન પ્લોટ ટેવી સ્ટેશન વિસ્તાર આનંદ નગર સહીતના વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બનેલ જેતે પીજીવીએલના અધીકારીઓ ઇજનેરો અને સ્ટાફ સહીતના અધીકારી જે.એન. ગોસાય, જે.એન. અમૃતીયા, એમ.જે. સોલંકી, આરએફટોલ આ આર.એમ. રાદડીયા અને ર૦ થી વધારે કર્મચારીઓએ આખી રાત્ર દોડમદોડી કરી વિજળી ચાલુ રાખવામાં મહત્વનું યોગદાન આપેલ અને ઝાડ પડેલ તેને હટાવેલ હતા અને ધોરાજી વિસ્તારમાં નગરપાલીકાની ટીમો દ્વારા બેનર અને મોટા હોર્ડિંગ સલામતીના ભાગરૂપે ઉતારી લીધેલ હતા પોલીસ દ્વારા ચૂસ્તપણે સેવાકાર્યમાં જોડાયા હતા.

ડે.કલેકટર જી.વી.મીયાણી મામલતદાર અધીકારીઓ આખી રાત કંટ્રોલ રૂમ અને રૂબરૂ જરૂરી સુચનો આપેલ અને રાત્રીના અધીકારીઓ રૂબરૂ જુદી જુદી જગ્યાએ વિઝટ કરેલ હતી.

નાયબ કલેકટર જી.વી.મીયાણીએ જણાવ્યુ઼ હતું કે સંભવિત આવનાર વાવાઝોડા સંભર્દે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા વહીવટી તંત્ર સુસજજ છે આથી લોકોએ આ બાબતે ભય રાખવાની જરૂર નથી એનડીઆરએફની ટીમો ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાને ફાળવણી કરાઇ છે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

આ સાથે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ. હુકમતસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી જાડેજા વિગેરે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.

ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાના ર૪૦૦ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરાયું છે તસ્વીર કિશોરભાઇ રાઠોડ

(12:33 pm IST)