Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાત્રે વિસાવદર પંથકમાં ૪ ઇંચઃ જુનાગઢ શહેરમાં સવારે પોણો ઇંચ વરસાદ

બીજા દિવસે પણ પવન સાથે મેઘ મહેર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮: વાવાઝોડાને લઇ રાત્રે વિસાવદર પંથકમાં ૪ ઇંચ વરસાદ પડયા બાદ આજે બીજા દિવસ પણ સવારે વરસાદ ચાલુ રહેતા જનજીવનને અસર થઇ છે.

તોકતે વાવાઝોડાનાં કારણે ગત રાતથી જુનાગઢ જિલ્લામાં વરસાદ ચાલુ થયેલ. રાત્રીનાં જિલ્લામાં સૌથી વધુ ૯૭ મીમી વરસાદ વિસાવદર ખાતે નોંધાયો હતો.

વિસાવદરમાં આજે સવારનાં પણ વરસાદ ચાલુ રહેતા સવારનાં ૬ થી ૮ નાં બે કલાકમાં વધુ ૧૧ મીમી વરસાદ પડયો હતો.

જુનાગઢ શહેરમાં તોફાની પવન વચ્ચે ૪૪ મીમી છેવાડાનાં વિસ્તારમાં અને સીટીમાં રપ મીમી વરસાદ નોંધાયો હતો સવારે પ્રારંભિક બે કલાકમાં ૧૭ મીમી પાણી પડયાનું નોંધાયું હતું.

સવાર સુધીમાં કેશોદ-૧૦, ભેસાણ-ર૦, મેંદરડા-૧૬, માંગરોળ-૭, માણાવદર-૧પ, માળીયા-૧૩ અને વંથલીમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો.

સવારથી કેશોદ, ભેસાણ, મેંદરડા, માણાવદર, માળીયા અને વંથલીમાં પવન સિવાય વરસાદ ન હોવાના સમાચાર છે.

વરસાદને લઇ જાનહાથી થઇ નથી પરંતુ કેરી સહિતનાં પાકને નુકશાન થયું છે.

દરમ્યાન જુનાગઢમાં ૧૮.૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય રહ્યો છે અને છાંટા ચાલુ છે.

(12:34 pm IST)