Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિસાવદરમાં સવારે ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ

પવન સાથેના વરસાદથી જનજીવનને અસર

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૮ : વિસાવદરમાં  સવારે ૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાતા પાણી પાણી થઇ ગયુ હતુ.

વાવાઝોડાને કારણે ગત રાતથી વિસાવદર વિસ્‍તારમાં શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્‍યોર પણ ચાલુ રહેતા વિસાવદરમાં સવારના ૬ થી ૧૦ના ૪ કલાકમાં ૭ર મીમી વરસતા લોકો પરેશાન થઇ ગયા છે.

આ સમયમાં જુનાગઢમાં ૧૮ મીમી, માંગરોળમ ૧ મીમી, અને ભેંસાણમાં પ મીમી વરસાદ નોંધાયો છે.

(12:37 pm IST)