Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબીના ચાંચાપર ગામે રીઢો ગુનેગાર મેગ્‍જીન વાળી પિસ્‍તોલ સાથે ઝડપાયો

મોરબી,તા. ૧૮: મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાણી સુચનાથઈ મોરબી એલસીબી ઇન્‍ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જામનગર જીલ્લાના જોડિયા પોલીસ મથકમાં ફરાર આરોપી અસગર હુશેન વાદ્યેર રહે હાલ ચાચાપર ગામની સીમ નદી કાંઠે વાળા પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જે બાતમીને પગલે એલસીબી ટીમે ચાચાપર ગામની સીમમાં રેડ કરીને આરોપી અસગર હુશેન કમોરા રહે બાલંભા તા.જોડિયા વાળાને ઝડપી લઈને દેશી બનાવટની મેગ્‍જીન વાળી પિસ્‍તોલ નંગ ૧ કીમત રૂ ૧૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે આરોપી જામનગર સીટી પોલીસ મથકમાં લૂંટ, જોડિયા પોલીસ મથકમાં મારામારી અને પ્રોહીબીશન તેમજ મોરબી અને માળિયા ખાતે પવનચક્કી કેબલ વાયર ચોરી, કચ્‍છ અંજાર ખાતે લૂંટ, સામખીયારીમાં પ્રોહી અને આદિપુર ખાતે કોપર પ્‍લેટ ચોરી અને ઘરફોડ ચોરીના ગુન્‍હા ઉપરાંત રાજસ્‍થાનના બાડમેરમાં અવૈધ શરાબ તસ્‍કરીના ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

જાહેરમાં નોટ નંબરી જુગાર

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મોરબીના પુનમ કેસેટ રોડ પાસેથી આરોપી રાજુ રમણીક પોપટ રહે રવાપર રોડ અને સફી તારમામદ મેમણ રહે લીલાપર રોડ મોરબી એમ બે ઇસમોને નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇંગ્‍લીંશ દારૂ ઝડપાયો

એ ડીવીઝન પોલીસ ટીમે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં ત્રણ માળિયા ક્‍વાર્ટરમાં રહેતા અનિરુદ્ધસિંહ ભુપેન્‍દ્રસિંહ પરમારના મકાનમાં દારૂનો જથ્‍થો હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં દ્યરમાંથી પોલીસે વિવિધ બ્રાંડની ઈંગ્‍લીશ દારૂની ૨૭ બોટલ કીમત રૂ ૮૧૦૦ નો મુદમાલ જપ્ત કર્યો છે જયારે આરોપી અનિરુદ્ધસિંહ ભુપેન્‍દ્રસિંહ પરમાર રહે મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પંકજ હસમુખ કારિયા રહે મોરબી અનુપમ સોસાયટી શનાળા રોડ વાળા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(12:41 pm IST)