Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજ્યના 2 હજાર 273 ગામમાં વીજળી ગુલ : 1958 ગામોમાં વીજળી પુન :ચાલુ કરી દેવાઈ

જામનગર, દ્વારકા પોરબંદર, વેરાવળ અને ગિરસોમનાથ સહિતના વિસ્તારમાં ૫૯૭ ફીડર ટ્રીપ: રાજકોટ ગ્રામ્યમાં ૬૭, મોરબીમાં ૭૧, પોરબંદરમાં ૪૮, જૂનાગઢમાં ૬૪, અમરેલીમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૫૪, તથા બોટાદમાં ૨૬ અને ભાવનગરમાં ૨૭ ફિડર માં ફોલ્ટ સર્જાયો

અમદાવાદ : વાવાઝોડની સ્થિતિ વચ્ચે ગુજરાત ના 2 હજાર 273 ગામમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો છે. રાજ્ય માં લગભગ 4 હજાર 231 ગામડાઓમાં વીજળી ગુલ થઈ જતા તાત્કાલિક કામગીરી હાથ ધરીને એક હજાર 958 ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાયો છે

જામનગર, દ્વારકા પોરબંદર, વેરાવળ અને ગિરસોમનાથ સહિતના વિસ્તારમાં ૫૯૭ ફીડર ટ્રીપ થઈ જતાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. જામનગર જિલ્લામાં સૌથી વધુ ૧૭૯ રાજકોટ ગ્રામ્યમાં ૬૭, મોરબીમાં ૭૧, પોરબંદરમાં ૪૮, જૂનાગઢમાં ૬૪, અમરેલીમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૫૪, તથા બોટાદમાં ૨૬ અને ભાવનગરમાં ૨૭ ફિડર માં ફોલ્ટ સર્જાયો હતો.

જ્યારે સુરેન્દ્રનગરમાં ૩૪ સાથે કુલ ૯૫ વીજપોલ તુટી ગયા છે, ભારે પવનને કારણે અમરેલી ના ૯૮ ગામોમાં અંધારપટની સ્થિતિ ઉભી થઇ છે. જયારે રાજકોટ શહેરમાં ૧૬૭ સહિત સૌરાષ્ટ્રમાં ૫૫૬ વીજફોલ્ટની ફરિયાદો આવી હતી. રાજકોટ શહેરમાં આજે જુદા જુદા વિસ્તારમાં ૧૬ ફિડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થતા લોકોએ હાલાકી ભોગવી હતી ભાવનગર જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં રાત થી જ વીજળી ગુલ થઈ જતા લોકો ત્રાસી ગયા હતા કારણ કે લોકો ના મોબાઈલ માં બેટરી પુરી થઈ જતા એકબીજા સાથે વાત કરવાના સંપર્ક કપાઈ ગયા હતા.

(12:56 pm IST)