Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ફલ્લામાં વાવાઝોડુ

 ફલ્લા : જામનગર તાલુકાના ફલ્લા ગામે તથા નજીકનાં ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી સોમવારે દિવસ દરમિયાન તથા રાત્રે જોરદાર પવન ફુંકાવો હતો. ઝરમર વરસાદ પણ વરસ્‍યો હતો. આજે વહેલી સવારથી પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ ત્રાટકયો હતો. જોરદાર પવનને કારણે દુકાનોના બોર્ડ હોર્ડીંગો તુટી ગયા હતાં. ઘણી જગ્‍યાએ ઇલેકટ્રીક તાર તથા ઝાડ તુટી પડવાનો બનાવો બન્‍યા હતાં. ઘણી જગ્‍યાએ વીજ-પુરવઠો અમુક સમય ખોરવાયો હતો. ખેતીમાં તલી, બાજરીને, કેરીનાં પાકને નુકશાન થયું છે. ગામડાઓમાં કર્ફયુ જેવું વાતાવરણ સર્જાયું હતું. (તસ્‍વીર : મુકેશ વરિયા ફલ્લા)

(1:31 pm IST)