Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબી પેપરમિલ ઉદ્યોગ દ્વારા તમામ સાવચેતીના પગલે કોઈ મોટી નુકસાની ના થઇ.

ઈશ્વરનો પાળ માનતા પ્રમુખ કિરીટ ફૂલતરિયા.

મોરબી : જ્યારે ગૂજરાત સહીત દેશભરમાં વાવાઝોડા" તાઉતે" ની તીવ્રતા અને મોટી જાનમાલની ખુવારી ની દહેસાત ના પગલે હવામાન ખાતા તરફથી કરવામા આવેલા જાહેરાત બાદ મોરબીમાં વિશાળ ફલક પર પથરાયેલ પેપર મીલ ઉધોગે અગમચેતી રૂપે તા 17 ના બપોરથી જ પોતાની ઇન્ડસ્ટ્રી ઓ બંધ કરી દઈ, ફેક્ટરી મા ઇલેક્ટ્રિક વિભાગ સહિતના શેડ મા પાવર સપ્લાય બંધ કરવા સાથે ઓછામાં ઓછી નુકસાની થાય તેવી વ્યવસ્થા કરવા સાથે આ ઇન્ડસ્ટ્રીઝ મા કામ કરતા વિશાળ મજૂર વર્ગની સલામતીની વ્યવસ્થા યુદ્ધનાં ધોરણે કરી હતી. કાચા અને જોખમી આવાસોમાં રહેતા તમામ મજૂરોને સલામત જગ્યાએ ખસેડી તેમનાં માટે ફુડ પેકેટ, જમવાની, પાણી સહિતની વ્યવસ્થા કરવામા આવી હોવાનું પેપર મીલ એસોસિએશન ના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું. અને ખુબ ચિંતામાં મુકાયેલા ઉધોગ જગતને જાનહાનિ કે કોઈ મોટી માલ હાની માંથી ઉગારી લેવા બદલ કુદરતનો પાળ માન્યો હતો. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા લેવાયેલ પગલાની પણ પ્રશંસા કરી હતી.

(1:33 pm IST)