Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગર વોર્ડ નં.૧માંથી ૨૦૦ લોકોનું શાળામાં સ્‍થળાંતર

જામનગરઃ વોર્ડ નં ૧માં વાવાઝોડાંના સામે ૨૦૦થી વધુ લોકોને જોડિયા ભુંગાની શાળા નં ૩૦ સુરક્ષિત જગ્‍યા એ જામનગર મહાનગર પાલિકા ના કમિશનર સતીષ પટેલ અને એસ.ડી.એમ.આસ્‍થા ડાંગર મેડમ ના સહયોગ થી સ્‍થળાંતર નો મિશન રાખેલ જેમાં ઓલ ઇન્‍ડિયા વાદ્યેર સુન્ની મુસ્‍લિમ સમાજ ના પ્રમુખ એડવોકેટ હારુન પલેજા ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં ૧ ના સક્રિય કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી જેમાં આવી મહામારી ની સામે કોર્પોરેટર એડવોકટ નુરમામદ પલેજા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ અસરકારક કામગીરી કરવામાં આવી અને તેમના જમવાની તેમજ આશ્રય સ્‍થાન માટે વ્‍યવસ્‍થા જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી છે. સ્‍થાનિક આગેવાન કોર્પોરેટર એડવોકેટ એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અને તેમની ટીમ દ્વારા લોકોને સ્‍થળાંતરમાં ખુબજ અગત્‍ય નો સહયોગ આપવામાં આવ્‍યું જેમાં આગેવાન હાસમ કાસમ લોરું,અજીજ કાસમ ચાવડા, શબીરહુસેન ચાવડા, શબીર ખોળ,રમઝાન પલેજા,સમીર સંદ્યાર, ઓસમાણ ચાવડા,બિલાલ જામ,સૈયદ હુસેન બાપુ, અનવર ભાઇ( વતન પાન વારા) અકબર અલી સોઢા, દ્વારા જહેમત ઉઠાવી તેમજ જયાં સુધી આ વાવાઝોડા રૂપી સમસ્‍યા સમાપ્ત નો થાય ત્‍યાં સુધી તેઓની સાથે રહીને તેમના જમવા તથા રહેવાની સુવિધા જામનગર મહાનગર પાલિકા દ્વારા પાડવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:34 pm IST)