Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લોધીકાના તરવડા પાસે જમીન બાબતે મિલન શિંગાળા પર હુમલોઃ વાહનોમાં તોડફોડ

'અમારી વાડીનાં થાંભલા કેમ કાઢી નાખ્યા' કહી ધારીયું, લાકડી વડે હુમલોઃ હરીપર (તરવડા)ના હરદેવસિંહ, વિક્રમસિંહ, જયુભા, નરેન્દ્રભાઇ અને અનીરૂધ્ધસિંહ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૮ : લોધીકાના તરવડા ગામ પાસે જમીન બાબતે ચાલતા વાંધાનો ખાર રાખી યુવાન પર પાંચ શખ્સોએ ધારીયુ, લાકડી વડે હુમલો કરી ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મૂળ લોધીકાના તરવડા (હરીપર)ના હાલ રાજકોટ મવડી બાયપાસ રોડ સંસ્કાર એવન્યુ સી-૧૦૩માં રહેતા મિલન હિતેશભાઇ શિંગાળા (ઉ.ર૪) એ લોધીકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં મૂળ તરવડા (હરીપર)ના હાલ રાજકોટ રહેતા અનિરૂદ્ધસિંહ હરદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ સજુભા જાડેજા, જયુભા સજુભા જાડેજા, વિક્રમસિંહ હિંમતસિંહ, વિહળ અને હરદેવસિંહ દોલુભા જાડેજા નામ આપ્યા છે. મિલન શિંગાળાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે હરીપર (તરવડા) ગામ પાસે ખેતીની જમીન ધરાવે છે મારાબાપુજી ત્યાં ખેતીકામ કરે છે. અને મારી જમીનની બાજુમાં મારાબંને મોટાબાપુની જમીન આવેલ છે. આ જમીનની બાજુમાં અમારા ગામના હરદેવસિંહ તથા નરેન્દ્રસિંહ સજુભા તથા જયુભા સજુભાની જમીન આવેલ છે  મેં લોકડાઉન પહેલા અમારી જમીનો બરાબર નકલો સાત બારમાંનો હોઇ જેથી પ્રમોગેશન થવા માટે અરજી કરેલ જેમાં બાજુના જમીનવાળાની સંમતીની જરૂર હોઇ જેથી તેનો અમારી બાજુની જમીન ધરાવતા નરેન્દ્રસિંહ સજુભા જાડેજાને રાજકોટ સર્વે ભવનમાંથી નોટીસ ગયેલ જેથી મારા મોટાબાપુ નાથાભાઇ રવજીભાઇ શિંગાળા તથા મારાપિતા હિતેશભાઇ રવજીભાઇ શિંગાળા બંને નરેન્દ્રસિંહ પાસે સંમતીની સહી લેવા ગયેલ ત્યારે તેણે સંમતી પત્રકમાં સહિ કરવાની ના પાડેલ અને ધમકી આપી હતી ત્યારબાદ પોતે સર્વે ભવનમાં વાંધા અરજી કરેલ બાદ અમારી જમીનની બાજુમાં આવેલ કાંટા વાડ હટાવી આ નરેન્દ્રસિંહ તથા તેના કાકા હરદેવસિંહે હટાવી નાખેલ અને ત્યા થાંભલા ખોડી દીધા હતા અઠવાડીયા પહેલા તે થાંભલા અમે ખેંચાવી થાંભલા હરદેવસિંહના ખેતરમાં મુકી દીધા હતા.

ગત તા.૧૬/પ ના રોજ પોતે તથા મોટાબાપુના દીકરા આશિષભાઇ, બીપીનભાઇ અને પિતા હિતેશભાઇ, પત્ની દિપાલીબેન તથા બીપીનભાઇના પત્ની  શિતલબેન સહિતના પરિવારજનો તરવડા ગામે મકાન કોઇ ત્યાં ગયા હતા. ત્યારે બપોરે બાજુની વાડી ધરાવતા અનીરૂધ્ધસિંહ આવેલ અને પોતાના મોટાબાપુના દીકરા આષિશભાઇને કહેવા લાગેલ કે, 'અમારી વાડીના થાંભલા કેમ કાઢી નાખેલ' તેમ કહી ગાળો દેવા લાગેલ અને નીચે પડેલ લાકડુ ઉપાડી મારવા જતા પોતે વચ્ચે પડી લાકડુ પકડી લેતા તેણે નીચે પડેલ પથ્થર ઉપાડી ઘા કરતા પોતાને કપાળના ભાગે ઇજા થઇ હતી અને તેણે ોતાના જમણા હાથની આંગળીમાં બટકુ ભરી લીધું હતું. થોડીવાર બાદ ત્યાં નરેન્દ્રસિંહ અને જયુભા, વિક્રમસિંહ ધારીયુ અને લાકડી લઇને આવી પોતાને મારમારેલ અને ત્યાં પડેલા ચાર મોટર સાયકલમાં તોડફોડ કરી હતી. અને ગાળો આપી  જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. બાદ પોતે પોલીસમાં ફોન કરતા લોધીકા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી પાંચેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી એ.એસ.આઇ. કે.કે.ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)