Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

માંગરોળ બંદરે ક્રેઇનની મદદથી બોટો ખસેડી

જૂનાગઢ : તાઉ'તે વાવઝોડા સંદર્ભે માછીમારી બોટ બંદર પર સલામત સ્થળે ખસેડવી જરૂરી છે. મોટી બોટોને ખસેડવા હેવી ક્રેઇન સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ માંગરોળ પોર્ટની મુલાકાત લઇ બોટો ખસેડવાની કામગીરી પણ નિહાળી હતી.બોટ માલીકો દ્વારા વાવાઝોડાને લીધે બોટને નુકશાનથી બચાવવા બંદર ઉપર સલામત સ્થળે પાર્ક કરવામાં આવે છે. માંગરોળ ખારવા સમાજના આગેવા વેલજીભાઇ મસાણી ના જણાવ્યા મુજબ માંગરોળ બારા શીલ તથા માંગરોળ પોર્ટ પર તમામ બોટો સલામત સ્થળે લાંગરી દેવામાં આવી છે.ફિશરીઝ વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં ૨૮૦૧ બોટનું રજીસ્ટ્રેશન થયેલું છે તે જિલ્લાનાં માંગરોળ, માંગરોળ બારા અને શીલ ખાતે સલામત છે. તમામ માછીમાર પરીવાર  લામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

(1:34 pm IST)