Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કેરી સહીત ઉનાળુ પાક ધોવાયો કરોડોની નુકશાની

વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં ૧ર કલાક સુધી ૮૦ થી ૧૩૦ની ઝડપે પવન ફુકાયો વાડી વિસ્તારોમાં કાચા પાકા મકાનોમાં નુકશાની : ત્રણ બોટો દરીયામાં એક બોટ ડુબી આઠ ખલાસીઓને રેસ્કયુથી બચાવાયા તમામ એસ.ટી.બસો બંધ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં ૧ર કલાક સુધી ૮૦ થી ૧૩૦ની ઝડપે સતત પવન ફુકાતો હતો જેથી ગ્રામ્ય વિસ્તારોમાં કાચા પાકા મકાનોને નુકશાની થયેલ છે કેરી સહીત તમામ ઉનાળુ પાકો ધોવાય ગયેલ છે કાઠે ઉભેલી ત્રણ બોટો દરીયામાં તણાઈ જતા એક બોટ ડુબી ગયેલ છે એક બોટ માં આઠ ખલાસીઓનું રેસ્કયુ કરાયેલછે સતત પવન હોવા છતા લાઈટ કયાંય પણ ગયેલ ન હતી રાઉન્ડ ધ કલોક તંત્ર કામ કરી રહેલ હતું.

વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં ૧ર કલાક સુધી ૮૦ થી ૧૩૦ સુધીની ઝડપે પવન ફુકાયો હતો રાત્રે ૮ વાગ્યા થી પવન ની શરૂઆત થયેલ હતી ધીમે ધીમે વધતો ગયો હતો રાત્રે ર.૩૦ ને ૧૩૦ ની સ્પીડે પવન ફુંકાઈ રહેલ હતો પણ કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના સર્જાયેલ નથી પીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓ દ્રારા સતત કામગીરીના લીધે લાઈટ પણ ગયેલ નથી. સતત પવન થી કેરી, કેળા, નાળીયેરી તેમજ ઉનાળુ પાક અદડ, મગ, બાજરો, તલ જે ઉભો પાક હતો તે કમોસમી વરસાદ, પવનના કારણે ભારે સોથ વળી ગયેલ છે જેથી ખેડુતોને કરોડો રૂપીયાનું નુકશાન ગયેલ છે ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દરીયા કિનારે કાચા પાકા મકાનોમાં છાપરા, પતરા, પ્લાસ્ટીક ઉડી ગયેલ હતા ર૦૦ થી ૩૦૦ પરીવારોને નુકશાની ગયેલ છે ભીડીયા બંદર કીનારે ભારે પવન થી ૩ બોટ દરીયામાં તણાઈ ગયેલ હતી જેમાં એક બોટ ડુબી ગયેલ હોય તેવું જાણવા મળેલ છે તેમજ એક બોટ દરીયામાં વચ્ચે પહોચી ગયેલ હોય તેમાં આઠ ખલાસીઓને નેવી,કોસ્ટગાર્ડ દ્રારા રેસ્કયુ કરવામાં આવેલ હતું આ વિસ્તારમાં કોઈ જાનહાની કે દુઘર્ટના સર્જાયેલ નથી તમામ એસ.ટી.બસો બંધ કરી દેવામાં આવેલ છે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ ગયેલ છે.

(1:36 pm IST)