Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કેશોદમાં પડેલ વૃક્ષો ખસેડી રસ્તા ખુલ્લા કરતુ તંત્ર

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૮ :.. કેશોદ વાવાઝોડાને લઇ ભયજનક અસર જોવા મળેલ છે. મોડી રાત્રે ત્રણથી ચાર જેટલા વિશાળ વૃક્ષો ધરાશાયા હતાં. મોટી જાનહાની ટળી હતી. કેશોદમાં તોફાની પવન ફુંકાતા આંબાવાડી વિસ્તારમાં મોટા વૃક્ષો ધરાશાયી થતાં તંત્ર હરકતમાં આવી વહેલી સવારથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરેલ છે. અને તંત્ર દ્વારા આંબાવાડી વિસ્તાર સહિતના વિસ્તારના બંધ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરેલ છે.

(1:37 pm IST)