Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દ્વારકા જીલ્લામાં તમામ બોટો પરત આવતા કોઇ દુર્ઘટના નહી

દરેક બંદરો પર બોટ-વહાણના ઢગલા થયા!!

ખંભાળીયા, તા., ૧૮: દ્વારકા જીલ્લામાં  વાવાઝોડાની ભયંકર અસર થવાની હોય જીલ્લા કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીના, પ્રાંત અધિકારીઓ ડી.આર.ગુરવ તથા નિહાર ભેટારીયા તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટના મોહીત સીસોદીયાએ સ્‍થાનીક તાલુકાના અધિકારીઓ સાથે સુંદર સંકલન કરીને વાડીનાર, સલાયા, ભોગાત, રૂપેણ, ડામડા બંદર તથા દ્વારકા-ઓખાના બંદરોના માછીમારોને અગાઉથી જ સુચના આપી દેવાતા એકાદ હજાર વહાણ બોટો જે દરીયામાં માછીમારી માટે ગયેલા તે તમામ પરત આવી જતા એક પણ બોટ વાવાઝોડાના સમયે દરીયામાં ના હોય કોઇ જ પ્રકારની નુકશાની કે દુર્ઘટના દ્વારકા જીલ્લામાં થઇ નથી. તમામ બંદરો પર ૯પ૩ જેટલી બોટો  ને માછીમારોએ કાંઠા પર સલામત રીતે લાંગરી દેતા કોઇ દુર્ઘટના બની નથી.

(1:42 pm IST)