Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

બગસરા પંથકમાં નદી નાળા છલકાયા : છાપરા ઉડ્યા : નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બગસરા : બગસરા પંથકમાં નદીનાળા છલકાયા તથા છાપરા કાચા મકાનો ઉડ્યા રોડ પર પાણી ફરી વળ્યા અનેક જગ્યાએ ગ્રામ્ય તથા શહેરોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. હજુ વાવાઝોડુ ચાલુ છે. ત્યારે પરિસ્થિતી અતિ ગંભીર અને ખરાબ જોવા મળી રહી છે બગસરાના વિસ્તારમાં ભારે નુકસાનએ જોવા મળી છે, તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અંદાજે આઠની દસ ઇંચ જેવો વરસાદ પડી હોય તેવું જોવા મળ્યુ છે. (તસ્વીર -અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(3:02 pm IST)