Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આટકોટમાં વાવાઝોડા-વરસાદમાં થરથર કાંપતા ર૦૦ બગલા-ઘુવડ-ચકલાને બચાવાયા

આટકોટ : ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ અને ભારે પવન અને વરસાદમાં પશુ-પક્ષીઓની સ્થિતિ કફોડી બની ગઇ હતી ત્યારે જસદણ તાલુકાના આટકોટના ગાયત્રીનગર શ્રી હનુમાન દાદાના મંદિર પાસે વાવાઝોડા અને વરસાદથી થરતર કાંપતા ર૦૦ બગલા અને ર ઘુવડ તથા ચકલાઓને આટકોટના સેવાભાવી યુવાનોની ટીમે સલામત સ્થળે લઇ જઇને પશુ ડોકટરને બોલાવીને સારવાર શરૂ કરાવી હતી હજુ સામા કાંઠે વિસ્તારમાં તળાવની આસપાસ બગલાને સારવારની જરૂર હોવાથી ૩૦ જેટલા સેવાભાવી યુવાનોએ આ બગલાને સલામત સ્થળે લાવીને સારવાર શરૂ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. (તસ્વીરઃ અહેવાલઃવિજય વસાણી-આટકોટો)

(3:51 pm IST)