Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હળવદ-ર, ટંકારા-૧ાા, મોરબી-૧ ઇંચ વરસાદઃ અન્યત્ર ઝાપટાથી પોણો ઇંચ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. પરંતુ આજે સવારથી વાવાઝોડુ ધીમે-ધીમે નબળુ પડતા વરસાદનું જોર પણ ઘટયું છે.

આજે સવારના ૮ વાગ્યાથી બપોર ર વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના હળવદમાં ર ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ, મોરબીમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.જયારે વાંકાનેર, કાલાવાડ, માળીયામિંયાણા, ધ્રોલ, લાલપુર, ભચાઉ, રાપર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ઝાપટાથી પોણો ઇંચ જેટલો વરસાદ પડયો છે.

(3:52 pm IST)