Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના સભ્ય દ્વારા જરૂરિયાતમંદોને ૨૫૦ ફૂડ પેકેટ વિતરણ

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સભ્ય વિનોદભાઈ અગરિયા ઉર્ફે વિનુભાઈ સવારે મોર્નિંગ વોકમાં નીકળતા ઝુપડપટ્ટીના રહેવાસીઓની હાલત જોઇને હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તુરંત ૨૫૦ ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કર્યા હતા
મોરબીમાં વાવાઝોડા અને વરસાદી માહોલમાં ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે રોજનું કમાઈને ખાતા શ્રમિકો પાસે ખાવાના સાંસા હોય જેથી લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સભ્ય વિનુભાઈ માઈક્રો ફોટોગ્રાફર નામથી ઓળખતા વિનોદભાઈએ ૨ કલાકમાં ૨૫૦ ફૂડ પેકેટ તૈયાર કરીને જરૂરિયાતમંદોને વિતરણ કર્યા હતા

(6:40 pm IST)