Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોરબી રૂ.3.5 કરોડના જમીન કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા :અત્યાર સુધીમાં કુલ 7ની ધરપકડ

હજુ એક આરોપી ફરાર : આરોપીઓએ બોગસ આઈડી કાર્ડ પણ બનાવ્યા હતા

 મોરબી શહેરમાં જમીનના ખોટા ખાતેદાર ઉભા કરી બોગસ આઈડી કાર્ડ બનાવી ખોટુ સોદાખત કરી રૂ. 3.5 કરોડની છેતરપીંડી કરનાર વધુ બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ કેસમાં ધરપકડનો આંક કુલ 7 થયો છે. જ્યારે હવે એક આરોપી પકડવાનો બાકી રહ્યો છે.
 પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજા( રહે.હાલ ફ્લેટ નં-૫૦૧, શિવાલીક એપાર્ટમેન્ટ, પટેલ નગર, આલાપ રોડ, મોરબી મુળ ગામ કેરાળા) એ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ ની જમીન સાહેદ કાન્તાબેન લક્ષ્મણભાઇ કંઝારીયાની હોવાનું જાણતા હોવા છતા ફરીયાદીને જમીન દેખાડી ખોટા ખાતેદારો સાથે જમીન લેવા બાબતે મીટીંગ કરાવી પૈસા પડાવ્યા હતા.
જેમાં આરોપીઓ સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ( રહે.બધા મોરબી ભગવતીહોલ પાછળ મઘરની વાડી), મુકેશભાઇ નારણભાઇ કંજારીયા (રહે.મોરબી કૈલાશપાર્ક વાળા)એ પાસપોર્ટ સાઇઝના ફોટા અન્ય આરોપી અંબારામભાઇ ડાયાભાઇ બાવરવા (રહે. મોરબી સ્વાગત હોલની સામે એકતા એપાર્ટમેન્ટ વાળા) તથા અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા( રહે.મોરબી વૃજવાટીક સોસાયટી ) અને હરેશભાઇ ઉર્ફે હકાભાઈ નારણભાઇ જાકાસણીયા (રહે. મોરબી અવનીપાર્ક વાળા) ઓને આપતા તેઓએ ખોટા આધારકાર્ડ બનાવી તેમજ આરોપી ચુનીલાલ મકનભાઇ સતવારા (રહે.મોરબી મહાવીરનગર વાળા) ના ઘરે મીટીંગો કરી ખોટા ખાતેદાર શોધી આપી કાવતરૂ રચ્યું હતું.

ફરીયાદીનુ ખોટા ખાતેદાર મારફતે ખોટા આધારકાર્ડ વડે સોદાખત કરાવડાવી ફરીયાદી પાસેથી રોકડ રૂ.૩.૫ કરોડ મેળવી ઓળવી ગયેલ હોય બાદમાં ફરીયાદીને ખોટુ સોદાનત થયેલાની જાણ થતા આઠેય આરોપી વિરુદ્ધ વિરુધ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.મા ગુન્હો નોંધવામાં આવેલ હતો.
બાદ આ કામની તપાસ દરમ્યાન ખોટા ખાતેદાર બનેલ પિન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી ભગવતીહોલ પાછળ મઘરની વાડી વાળાઓની ગત તા.૮ના રોજ અટક કરવામાં આવેલ છે. તેમજ આ બનાવના મુખ્ય કાવતરાખોર અંબારામભાઇ ડાયાભાઇ બાવરવા, હકાભાઇ નારણભાઇ જાકાણીયા તથા આધારકાર્ડ ડુપ્લીકેટ બનાવી આપેલ આરોપી અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા રહે.મોરબી વાળાઓને તા.૯ ના રોજ અટક કરવામાં આવેલ હતા. જેઓના રીમાન્ડની માંગણી કરતા તા.૧૬ સુધીના રીમાન્ડ મંજુર કરેલ હતા ત્યારબાર ફર્ધર રીમાન્ડની માંગણી કરતા તા.૧૭ સુધીના રીમાન્ડ મંજુર કરેલ હતા તેમજ આરોપીઓએ જયા ફરીયાદી સાથે મીટીંગ કરેલ તે આરોપી ચુનીલાલ મકનભાઇ સતવારા રહે.મોરબી મહાવીર નગર તથા સવીતાબેન ભગવાનજીભાઇ નકુમ રહે.મોરબી મઘરની વાડી વાળાની આજે તા.૧૭ના રોજ અટક કરવામાં આવેલ છે. હાલ મુકેશભાઈ નામના આરોપીને પકડવા પોલીસે શોધખોળ આદરી છે.
પોલીસે જાહેર કરેલ ત્રણ આરોપીઓની તસ્વીર

(4:29 pm IST)