Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરેન્‍દ્રનગર જિલ્લાના ૧૩૦થી વધુ ક્‍વોરી અને ૭૦થી વધુ લિઝ ધારકો કામે લાગ્‍યા

ક્‍વોરી અને લીજ ધારકોની હડતાલ પૂર્ણ : ૧૮ દિવસ બાદ ઉદ્યોગ ફરી ધમધમ્‍યો...

વઢવાણ તા. ૧૮ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૮ દિવસથી ક્‍વોરી અને લીઝ ધારકો ની હડતાલ હતી જેને લઇને આર્થિક રીતે પણ ઘણી અસર પડવા પામી છે આ મુદ્દે સરકાર સાથે ગાંધીનગર ખાતે ક્‍વોરી એસોસિએશન દ્વારા બેઠક યોજવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્‍યો ન હતા ત્‍યારબાદ સતત બીજા દિવસે પણ આ બાબતે વાતચીત સરકાર દ્વારા ઉદ્યોગકારો સાથે કરવામાં આવી હતી અને યોગ્‍યતા પણ નિર્ણય કરી અને ઉદ્યોગો ફરી ધમધમતા થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયના ત્રણ હજારથી વધુ ક્‍વોરી અને લીજ ઉદ્યોગકારોને સરકાર દ્વારા સમજાવટ ભરી પરિસ્‍થિતિ હાથ ધરી અને આ હડતાલ સમેટી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા અને અંતે આજે પડતર પ્રશ્નોને લઇને આ ઉદ્યોગકારો હડતાલ ઉપર ઉતર્યા હતા તે અંગે ચર્ચા-વિચારણા કરી અને તેમના ૧૭ પ્રશ્નો હતા તેમાંથી સાત પ્રશ્ન સ્‍વીકારી લેવામાં આવ્‍યા છે અને અન્‍ય ૧૦ જેટલા પ્રશ્નોની આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

જેને લઇને સુરેન્‍દ્રનગર જિલ્લાના ૧૩૦થી વધુ ક્‍વોરી ઉદ્યોગો અને ૭૦ થી વધુ લીજ ઉદ્યોગો ૧૮ દિવસ બાદ ફરી ધમધમ્‍યા છે અને આજે વહેલી સવારથી તમામ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્‍યારે ઉલ્લેખનીય છે કે કવોરી ઉધોગોને ખાંડા માપણી,લીજ આપવા, ખનીજ કિંમત ઘટાડવા, ટ્રાન્‍સપોર્ટ સહિતના ૧૭ પ્રશ્ન પર ખાસ ચર્ચા સરકાર બાદ ૭ મુદ્દા સરકાર દ્વારા માન્‍ય રાખવા માં આવ્‍યા છે. જેને લઇને હડતાલ ઉદ્યોગકારો દ્વારા સમેટી લેવામાં આવી છે અને આજથી પુનઃ રીતે કામકાજ શરૂ કરવામાં આવ્‍યું છે.

સરકાર દ્વારા પણ જે ૧૦ મુદ્દા પર આગામી દિવસોમાં વિચારણાની ખાતરી આપી છે. જેને લઇને ઉદ્યોગકારોએ પોતાની હડતાળ સમેટી લીધી છે અને આજ થી ક્‍વોરી અને લીજ ઉધોગો ધમધમયા છે. ત્‍યારે બીજી તરફ હડતાલ હોવાના પગલે કન્‍ટ્રકશન અને રોડ-રસ્‍તાના તેમજ અન્‍ય કામો પર ભારે અસર જવા પામી હતી મોટી અસર હતી કે આ ઉદ્યોગ સાથે જોડાયેલા કર્મચારીઓ કામદારો ટ્રાન્‍સપોર્ટ ડમ્‍પર ચાલકો છેલ્લા ૧૮ᅠ દિવસથી બેરોજગાર બન્‍યા હતા અને તેમની આર્થિક રીતે પણ જીવનધોરણ ઉપર અસર પડી હતી.

ત્‍યારે આ મામલે સરકાર દ્વારા વિચારણા કરી અને વાતચીત બાદᅠ હડતાળનો આજથી અંત આવ્‍યો છે અને જિલ્લાના ફરી ક્‍વોરી અને લીજ ઉદ્યોગો ધમધમ્‍યા છે.(

(11:34 am IST)