Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જામનગરમાં સૌરાષ્‍ટ્ર ઝોન ખેલ મહાકુંભ ફુટબોલ સ્‍પર્ધાનો પ્રારંભ

જામનગર : ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત કચેરી જામનગર સંચાલિત ખેલમહાકુંભની વર્ષ ૨૦૨૨ની સૌરાષ્‍ટ્ર ઝોન કક્ષાની અન્‍ડર -૧૭ બહેનોની સ્‍પર્ધાનો આજથી જામનગર કનકેશ્વરી કોલેજ નારણપર ખાતે પ્રારંભ થયો હતો. જેમાં સૌરાષ્‍ટ્રભરમાંથી ખેલાડી બહેનો ઉપસ્‍થિત રહી પોતાનું કૌશલ્‍યદાખવી રહી છે. આ સ્‍પર્ધાને સફળ બનાવવા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રમતગમત અધિકારી ભગીરથસિંહ જાડેજા સહિતના પ્રયત્‍નશીલ છે. આ સ્‍પર્ધા દરમ્‍યાન ૪૮૦ જેટલા ખેલાડી બહેનો ભાગ લેનાર છે. (તસ્‍વીરઃ વિશ્વાસ ઠક્‍કર-જામનગર)

(10:42 am IST)