Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગરમીમાં સામાન્‍ય રાહત : જો કે બપોરે ઉકળાટ યથાવત

મહત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી નીચે ઉતર્યુ : માત્ર ૪ શહેરોમાં ૪૦ ડિગ્રીથી ઉપર તાપમાન

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગરમીમાં સામાન્‍ય રાહત થઇ છે. જો કે બપોરના સમયે ઉકળાટ યથાવત છે. માત્ર ૪ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો કાલે ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.
રાજ્‍યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને રાજ્‍યમાં ગરમીનો પારો ૪૫ ડીગ્રીએ પહોંચ્‍યો છે ત્‍યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્‍ય ગરમી રહેશે તેમજ બે દિવસ બાદ ગરમીમાં વધારો થશે તેવી આગાહી કરી છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો - ઘટાડો નોંધાતો જોવા મળશે. ૧૮મી બાદ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન ૪૫ ડીગ્રીથી વધે એવી સંભાવના નહિવત છે કેમ કે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ પヘમિ અને પヘમિ દિશાનો પવન ફૂંકાવવાનો શરૂ થઇ જશે, જેને કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે એ તાપમાન વધવા દેશે નહીં. દરમિયાન રાજ્‍યના હવામાન વિભાગે આગામી જૂન મહિનાના બીજા સપ્‍તાહમાં ચોમાસુ દસ્‍તક આપે તેવી પણ આગાહી કરી છે. ગુજરાતમાં આ વખતે સામાન્‍યથી વહેલું એટલે કે ૧૦ જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઇ જાય એવી શક્‍યતાઓ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગરમીમાં એકાએક ઘટાડો થવા પામ્‍યો છે. મહત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટતા આજે ભાવનગર વાસીઓએ કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મેળવયો હોય તેવો અનુભવ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી આસપાસ રહેતા લોકો કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયા હતા ત્‍યારે આજે ગરમીમાં મોટો ઘટાડો થતા ભાવનગરવાસીઓએ હાશકારો અનુભવ્‍યો હતો.ᅠભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૬.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને પવનની ઝડપ ૩૬ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(11:44 am IST)