Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

માણાવદરના મીતડી ગામે પેટ ઉપર ટ્રેકટરની ટ્રોલી ફરી વળતા એકનું મોત

જમીનના લેવલીંગ દરમ્‍યાન મોત મળ્‍યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. માણાવદરનાં મીતડી ગામે પેટ ઉપર ટ્રેકટરની ટ્રોલી ફરી વળતા એક વ્‍યકિતનું મૃત્‍યુ થયું હતું.

માણાવદર તાલુકાનાં મીતડી ગામે ધોરાજીના વાડોદર ગામનાં સુરેશભાઇ ભીખાભાઇ સીંગલ જમીન લેવલીંગનાં કામે ગયા હતાં. ત્‍યારે જીજે-૧૧-એમ. ૮૬પ૬ નંબરનાં ટ્રેકટર ચાલકે રિવર્સમાં પુરઝડપે ટ્રેકટર હંકારતા સુરેશભાઇનાં પેટ ઉપર ટ્રેકટરની ટ્રોલી ફરી વળી હતી.

જેમાં સુરેશભાઇનું ગંભીર ઇજાથી સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થતાં માણાવદરનાં પી. એસ. આઇ. એસ. એન. સગારકાએ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)