Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જામનગર ખેતી બેન્‍કના ર કરોડના કૌભાંડમાં રાજકોટના સહેન્‍દ્રસિંહ ઉર્ફે શૈલેન્‍દ્ર ઝાલાની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૮ : જામનગર ખેતી બેન્‍કના ર કરોડના કૌભાંડમાં રાજકોટના સહેન્‍દ્રસિંહ ઉર્ફે શૈલેન્‍દ્ર વિક્રમસિંહ ઝાલાની જામનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર ખેતી બેન્‍કના ર કરોડના કૌભાંડનો આરોપી સહેન્‍દ્રસિંહ ઉર્ફે શૈલેન્‍દ્ર વિક્રમસિંહ ઝાલા (રહે. રાજકોટ) રાજકોટમાં હોવાની બાતમી મળી હતી.

જેથી રાજકોટ સીઆઇઆઇ ક્રાઇમ અને જામનગર સીઆઇડી ક્રાઇમની ટીમોએ દરોડો પાડીને આરોપીને ઝડપી પાડયો છ.ે

આ શખ્‍સના રિમાન્‍ડ માટે આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ કામગીરી સીઆઇડી ક્રાઇમ જામનગર પોલીસ ડીવાયએસપી આર. એસ. પટેલ સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોનની સુચનાથી પી.આઇ.જે.જે. ચૌહાણ, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પંકજભાઇ પ્રતાપરાય ઠાકર, પો.કોન્‍સ. મેહુલભાઇ ચૌહાણ સહિત ટીમે કરી હતી.

(11:48 am IST)